Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૧ઃ જામનગર મહાનગર પાલિકા સંચાલિત વી.એમ. મહેતા મ્યુનિ. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ઈનોવેશન કલબ દ્વારા ટેકનોવેશન ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ફેસ્ટિવલાનં ૧૬ ગ્રુપે ભાગ લીધેલો હતો. જેમાં વિદ્યાર્થીઓએ ચન્દ્રયાન મોડેલ, ડીપ ઈરિગેશન, હોલોગ્રામ, બોરોટ, ગ્લોબલ વોર્મિંગ, એનર્જી કન્વર્જન, ૩-ડી પેન, ટેલિસ્કોપ, મિની ફલોર મશીન કેન્ડી, વેડિંગ મશીન, મિનિ એર કુલર, પવન ચક્કી, ઉર્જા ઝાડ જેવા વિષયો પર વિવિધ મોડેલ્સ તૈયાર કર્યા હતાં. આખો માહોલ જાણે કે કોઈ ટેકનિકલ કોલેજનો હોય તેવો બની ગયો હતો. વિદ્યાર્થીઓએ આવા અનેક વિધ પ્રોજેકટ્સ તૈયાર કરીને બધાને અચંબિત કરી દીધા હતાં. આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીઓએ પોતાની ટેકનિકલ પ્રતિભા ઝળકાવી હતી અને કોલેજના ઈનોવેશન કલબે આયોજન કરીને તેમને એક પ્લેટફોર્મ પૂરૃં પાડયું હતું.
લગભગ ૬૦ જેટલા વિદ્યાર્થીઓએ આ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ સંસ્થાના વડા ડો. જી.બી. સિંહના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કાર્યક્રમના આયોજન અમને સંચાલનમાં કોલેજના ઈનોવેશન કલબના કોર્ડિનેટર ડો. દર્શિતાબેન દવે, કો-કોર્ડિનેટર્સ ડો. ભાવનાબેન ગરેજા તથા ડો. તિતિક્ષાબેન વસાવાએ જહેમત ઉઠાવી હતી. ઓ ફેસ્ટિવલમાં ૧૬ ગ્રુપમાંથી બે ગ્રુપને પ્રથમ નંબર તથા બીજા બે ગ્રુપને બીજો તથા ત્રીજો નંબર, સર્ટિફિકેટ તથા ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતાં. ફેસ્ટિવલના નિર્ણાયકો તરીકે ડો. ઉર્વશીબા ઝાલા, ડો. મિરાબેન પાઠક તથા પ્રો. ભરતભાઈ અંતાણીએ સેવા આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial