Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આર્ય સમાજ અને દયાનંદ કન્યા વિદ્યાલય દ્વારા
જામનગર તા. ૨૧ઃ જામનગરમાં આર્ય સમાજ તથા શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલય દ્વારા ઋષિ બોધોત્સવ (શિવરાત્રિ) અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી આર્યસમાજના પ્રમુખ દિપકભાઈ ઠકકરના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. વિદ્યાલયના પ્રાથમિક વિભાગના વિદ્યાર્થિઓએ ઋષિગાથા પ્રસ્તુત કરી હતી.
આર્ય સમાજના ઉપમંત્રી ધવલભાઈ બરછાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. માધ્યમિક અને ઉ.મા. વિભાગના આચાર્યા પ્રફુલ્લાબેન રૂપડિયાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.
આર્યસમાજના પ્રમુખ દિપકભાઈ ઠકકરે મહર્ષિ દયાનંદ સરસ્વતી દ્વારા પ્રબોધવામાં આવેલ વિચારોને આત્મસાત કરવા અનુરોધ કર્યો હતો. આર્ય સમાજના નવિનયુક્ત પદાધિકારીઓ તથા અંતરંગ સભ્યોનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.
કાર્યક્રમમાં આર્ય સમાજ જામનગરના માનદ્દ મંત્રી નરેન્દ્રભાઈ મહેતા, ઉપપ્રમુખ ઉર્વશીબેન રાઠોડ, કોષાધ્યક્ષ વિનોદભાઈ નાંઢા, પુસ્તકાધ્યક્ષ મનોજભાઈ નાંઢા, સદસ્યો ધીરજલાલ નાંઢા, ભરતભાઈ આશાવર, અરવિંદભાઈ મહેતા, જગદીશભાઈ મકવાણા, હરીશભાઈ મહેતા, જયેશભાઈ મહેતા, તેજભાઈ પોપટ (ઠક્કર), પ્રભુલાલભાઈ ડી. મહેતા, પ્રભુલાલભાઈ જે. મહેતા, વિજયભાઈ ચૌહાણ, રામભાઈ બરછા ઉપસ્થિત રહ્યા હતાં.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યાલયના શિક્ષિકા અશ્માબેન મુંદ્રાએ તથા આભારદર્શન ઉપપ્રમુખ ઉર્વશીબેન રાઠોડે કર્યું હતું. વિદ્યાલયના બન્ને વિભાગના આચાર્યા પ્રફુલ્લાબેન રૂપડીયા, સંગીતાબેન મોતીવરસના માર્ગદર્શન હેઠળ શિક્ષિકા બહેનોએ જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial