Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તાપમાનનો પારો ૧.૧ ડીગ્રી ઊંચકાયોઃ
જામનગર તા. ર૧ઃ જામનગરમાં મહત્તમ તાપમાનનો પારો ૧.૧ ડીગ્રી ઊંચકાયને ૩૭.૬ ડીગ્રીએ પહોંચી જતાં ગરમીમાં વધારો થયો હતો.
જામનગરમાં તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો હતો, પરંતુ બુધવારે તેના પર બ્રેક લાગી ગઈ હતી. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન તપામાનમાં સળવળાટ થયો હતો. નગરમાં ગુરુવારે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ૧.૧ ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૭.૬ ડીગ્રી અને ર.પ ડીગ્રી વધીને લઘુતમ તાપમાન ર૧.પ ડીગ્રી નોંધાયું હતું.
નગરમાં મહત્તમ તાપમાન ૩૭ ડીગ્રીથી વધુ રહેતા ગરમીમાં પણ વધારો થયો હતો. સવારે સૂર્યદેવતા નભમાં ઉદીત થયા પછી વાતાવરણમાં ધીમે ધીમે ગરમી પ્રસરવા લાગી હતી અને બપોરે જનતાએ આકરા તાપનો અનુભવ કર્યો હતો.
જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ કોઈ વધારા કે ઘટાડા વગર ૮પ ટકાએ સ્થિર રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧૦ થી ૧પ કિમીની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial