Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટ્રાફિક જાગૃતિ અંગેના સૂચનોની આપ-લે થઈઃ
ખંભાળિયા તા. ર૧ઃ જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી સભાખંડમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની જિલ્લા માર્ગ સલામતીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એક્શન ટ્કન રિપોર્ટ અંગે વિવિધ રોડ ઉપર સ્ટ્રીપ મૂકવા અંગે કનેક્ટીંગ રોડ ઉપર બમ્પ મૂકવા, એન્ફોર્સમેન્ટ વિશે તથા જનજાગૃતિ માટે કરવામાં આવતા વિવિધ કેમ્પો વિશે, પેચ વર્ક કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાએ નાગરિકોની સલામતીને કેન્દ્રસ્થાને રાખીને હાઈ-વે પરથી પસાર થતા ભારે વાહનો પર રેડિયમ લગાવવા તેમજ હાઈ-વે પર બ્લેક સ્પોટની ઓળખ કરી જરૂરી રિફલેક્ટર તથા સાઈન બોર્ડ લગાવવા સૂચના આપી હતી. હાલમાં હોળી તહેવાર પર હજારો પદયાત્રીઓ દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ માટે જઈ રહ્યા છે, ત્યારે તેમની સલામતી માટે જરૂરી પગલાં લેવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. નાગરિકોને ટ્રાફિક નિયમો અંગે જાગૃત કરવા, લાઈસન્સ તથા હેલ્મેટની ચકાસણી કરવા શાળા-કોલેજોમાં વર્કશોપ કે સેમિનારના માધ્યમથી વિદ્યાર્થીઓને જાગૃત કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે રોડ એક્સિડન્ટમાં મૃત્યુના આંકડાનું અવલોકન અને સમિક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિ, પ્રાંત અધિકારી કે.કે. કરમટા, એ.આર.ટી.ઓ. ગૌતમ તલસાણિયા સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial