Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વર્ષ-ર૦ર૧ થી વર્ષ ર૦ર૪ના જાન્યુઆરી મહિના સુધીના સમયગાળામાં
નવી દિલ્હી તા. ર૧ઃ ભારતીય રેલવેને ર૦ર૧ થી ર૦ર૪ (જાન્યુઆરી સુધી)ના ગાળામાં વેઈટિંગ લિસ્ટની ટિકિટો કેન્સલ થવાને કારણે રૂ.૧રર૯.૮પ કરોડની આવક થઈ છે. આરટીઆઈ હેઠળની અરજીના જવાબમાં રેલવે મંત્રાલયે જરૂરી માહિતી આપી હતી. મંત્રાલયે એવું પણ કહ્યું હતું કે, આવી રીતે રેલવેને થઈ રહેલી આવક સતત વધી રહી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર ર૦ર૧ માં વેઈવિંગ લિસ્ટની લગભગ ર.પ૩ કરોડ ટિકિટ રદ થઈ હતી. જેમાંથી રેલવેને રૂ. ર૪ર.૬૮ કરોડ મળ્યા હતાં. પછીના વર્ષે ૪.૬ કરોડ ટિકિટના કેન્સલેશનમાંથી રૂ. ૪૩૯.૧૬ કરોડની આવક થઈ હતી. ર૦ર૩ માં પણ ટ્રેન્ડ ચાલુ રહ્યો હતો અને વેઈટિંગ લિસ્ટની યાદીમાં પ.ર૬ લાખ ટિકિટ રદ કરવી પડી હતી. જેમાંથી રૂ. પ૦પ કરોડની આવક થઈ હતી. રેલવેએ માત્ર ર૦ર૪માં જ ૪પ.૮૬ લાખ ટિકિટ રદ કરી હતી. આ સાથે લગભગ સવા ત્રણ વર્ષના ગાળામાં કુલ ૧ર.૮ કરોડ ટિકિટ રદ થઈ છે.
ઉલ્લેખનીય છે કે, મુસાફરીના વર્ગ અને ટ્રેનના પ્રસ્થાનથી કેટલાક સમય પહેલા ટિકિટ રદ કરવામાં આવે છે તેના આધારે કેન્સલેશન ચાર્જિસની ગણતરી કરાય છે. જેમ કે ટ્રેનના પ્રસ્થાનના ૪૮ કલાક પહેલા સેકન્ડ કલાસની કન્ફર્મ્ડ ટિકિટ રદ થયા તો રૂ. ૬૦ ની ફી લેવામાં આવે છે. એસી કલાસમાં રૂ. ૧ર૦ થી રૂ. ર૪૦ ની રેન્જમાં ચાર્જ વસૂલ કરાય છે. રેલવેના રિફંડ સંબંધી નિયમ અનુસાર રેલવેના પ્રસ્થાનના ૭ર કલાક પહેલા ટિકિટ કેન્સલ કરાય તો સંપૂર્ણ રિફંડ મળવાપાત્ર છે. અહીં એ નોંધવું જરૂરી છે કે આઈઆરસીટીસી દ્વારા ઓનલાઈન ખરીદાયેલી ટિકિટ પર સર્વિસ ચાર્જ લાગે છે, જે ટિકિટના કેન્સલેશનની સ્થિતિમાં પણ નોન-રિફંડેબલ છે.
ભારતીય રેલવેએ ક્ષમતા અને માંગ સાથે સુસંગતતા સાધવા તથા વેઈટિંગ લિસ્ટની મર્યાદાની સમીક્ષક્ષા કરવી જોઈએ. જેમકે ૧૮ ડબા અને સ્લીપર કેટેગરીમાં ૭ર૦ સીટ ધરાવતી ટ્રેનમાં ૬૦૦નું વેઈટિંગ લિસ્ટ રાખવું વ્યવહારિક નથી. તેને લીધે ટિકિટો મોટી સંખ્યામાં કેન્સલ થાય છે. તેવા અભિપ્રાયો પણ વ્યકત થતા હોય છે.
ગયા વર્ષે દિવાળીના સપ્તાહમાં પ-૧૭ નવેમ્બરના ગાળામાં ટિકિટ કેન્સલેશનમાં મોટો ઉછાળો નોંધાયો હતો અને ૯૬.૧૮ લાખ ટિકિટ કેન્સલ થઈ હતી. જેમાંથી લગભગ અડધા કેન્સલેશન તમામ કવોટાના વેઈટિંગ લિસ્ટના પેસેન્જર્સના હતા એવી માહિતી સેન્ટર ફોર રેલવે ઈન્ફર્મેશન સિસ્ટમ્સના ડેટા પરથી મળી હતી. સુચિત ગાળામાં ભારતીય રેલવેની માત્ર ટિકિટ કેન્સલેશનની આવક રૂ. ૧૦.૩૭ કરોડ રહી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial