Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરની પેઢીએ કર્યાે હતો દાવોઃ
જામનગર તા. ર૧ઃ જામનગરના એક કારખાનેદારે દિલ્હીના વેપારી પાસેથી સામાન પેટે લેવાની થતી બાકી રકમ વસૂલવા સમરી દાવો નોંધાવ્યો હતો. અદાલતે વ્યાજ સાથે તે રકમ ચૂકવી આપવા દિલ્હીની પેઢીને હુકમ કર્યાે છે.
જામનગરમાં પ્રગતી મેટલ નામનું કારખાનુ ચલાવતા ભરતભાઈ ગોરી પાસેથી દિલ્હીની કાન્હા ઈન્સ્ટુમેન્ટ નામની પેઢીએ સામાન મંગાવ્યા પછી રૂ.૨,૮૩,૯૬૨ ચૂકવવાના બાકી હતા. તે રકમ વસૂલવા માટે દિલ્હીની પેઢીના પ્રોપરાઈટર શિવકુમાર સામે જામનગરની દીવાની કોર્ટમાં સમરી દાવો કરાયો હતો.
તે દાવો ચાલી જતાં અદાલતે બાકી રહેલી રકમ છ ટકા વ્યાજ સાથે ચૂકવી આપવા દિલ્હીની પેઢીને હુકમ કર્યાે છે. જામનગરની પેઢી તરફથી વકીલ વસંત ગોરી, દીપક નાનાણી, નેહલ સંચાણીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial