Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લામાં કેવાયસી સહિતની સારી કામગીરી

અન્ય જિલ્લાની સરખામણીમાં

ખંભાળીયા તા. ર૧ઃ છ માસથી કાર્ડ ઉપયોગ ના થયો હોય તથા ઈ કેવાયસી ના થયું હોય તેવા રેશનકાર્ડ અનેક જિલ્લાઓમાં હજારોની સંખ્યામાં બંધ થઈ ગયા છે ત્યારે રાજ્યના અન્ય જિલ્લાઓની સરખામણીમાં દ્વારકા જિલ્લો છેવાડાનો હોવા છતાં સ્થિતિ ખૂબ જ સારી છે.

જિલ્લા કલેકટર તથા અધિક નિવાસી કલેકટરના માર્ગદર્શન હેઠળ પુરવઠા ડે. કલેકટર કલ્પનાબેન સોલંકી તથા તેમની ટીમની ઝડપી અને આયોજનબદ્ધ રીતેની કામગીરીને લીધે અન્ય જિલ્લાઓમાં ઈકેવાયસી પેન્ડીંગના હજારો કેસની સામે દ્વારકા જિલ્લામાં માત્ર એક જ રેશન કાર્ડ, કે.વાય.સી.ઈ. માં પેન્ડીંગ છે. લાભાર્થી ફેસ ઓથો. ઈ.કે.વાય.સી.માં પણ અન્ય જિલ્લાઓમાં હજારોની પેન્ડીંગ સંખ્યા સામે દ્વારકા જિલ્લામાં ૧૯-૩-ર૪ સ્થિતિએ ૧૭૯૬૪ માંથી ૧૩૩૯૪ એપ્રુવ્ડ થઈ ગયા છે. જિલ્લા વાઈઝ ડિસેબલ મેમ્બર સમરીમાં પણ અન્ય જિલ્લાઓમાં હજારો કાર્ડમાં હજારો સભ્યો યોગ્યતામાં નથી ત્યારે દ્વારકા જિલ્લામાં માત્ર ર૩૩ રેશનકાર્ડના ૧૪પ૧ સદસ્યો જ આવી કેટેગરીમાં છે તથા ૯૯૩નું તેમાં પણ વેરીફિકેશન થઈ ગયું છે. સાયલંટ કાર્ડની સ્થિતિમાં અન્ય જિલ્લામાં ૭૦-૭૦ હજાર સુધી છે. તેની સામે દ્વારકા જિલ્લામાં માત્ર ૩૯૧ રેશનકાર્ડ જ સાયલંટની ૧૮-૩-ર૪ની સ્થિતિએ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh