Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિશ્વ ચકલી દિવસ નિમિત્તે
જામનગર તા. ર૧ઃ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે જામનગરની નવાનગર નેચર ક્લબ દ્વારા ચકલીના માળા તથા પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
ભારત અને સમગ્ર વિશ્વમાં ચકલીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. વિશ્વ ચકલી દિવસની ઉજવણીનો હેતુ લોકોને ચકલીઓના સંરક્ષણ અંગે જાગૃત કરવાનો છે. ચકલી એ પૃથ્વી પરની સૌથી સામાન્ય અને સૌથી જુની પક્ષી પ્રજાતિઓમાંની એક છે. ચકલીની લુપ્ત થતી પ્રજાતિઓ અને ઘટની જતી વસતિ ચિંતાનો વિષય છે.
એક સમય હતો જ્યારે ચકલીઓનો કિલકિલાટ લોકોને ઊંઘમાંથી જગાડતો હતો, પરંતુ હવે એવું નથી. ચકલી એક એવું પક્ષી છે જે મનુષ્યની આસપાસ રહેવાનું પસંદ કરે છે. ચકલીઓની સંખ્યામાં સતત ઘટાડો એ ચેતવણી છે કે પ્રદૂષણ અને કિરણોત્સર્ગ પ્રકૃતિ અને માનવીઓને અસર કરી રહ્યા છે.
આજના સમયમાં આ કોક્રિટના જંગલો વચ્ચે અબોલ જીવો માટે જીવવું કપરૂ બનીને રહી ગયું છે. પ્રદૂષણ, ઘોંઘાટ, ખેતરોમાં થતો કેમિકલયુક્ત દવાનો છંટકાવ, મોબાઈલ ટાવરના રેડિયેશનના કારણે શહેરમાંથી લુપ્ત થઈ રહી છે. શહેરમાં ફક્ત ઘરચકલીઓ જ નહીં, પરંતુ કોયલનો મધૂર અવાજ, કાગડા, પોપટ જેવા પક્ષીઓની પણ સંખ્યા ઘટી રહી છે. તેઓનું અસ્તિત્વ જોખમાતું જાય છે.
હવે ફરી લોકોના ઘરમાં ચકલીની ચી...ચી...નો અવાજ સાંભળવા મળે તે માટે દેશ અને દુનિયામાં અનેક સંસ્થાઓ ચકલી બચાવો અભિયાન ચલાવી રહી છે. જામનગરની નવાનગર નેચર ક્લબ પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન માટે છેલ્લા સત્તર વર્ષથી કામ કરે છે. આ સંસ્થા ચકલી બચાવો અંતર્ગત સ્કૂલોમાં ચકલીઓની વાર્તા, માળા તથા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. સંસ્થા દ્વારા ગુલાબનગર રોડ, ગણેશ કોલ્ડ સ્ટોરેજ પાસે માળા તથા પાણીના કુંડાઓનું વિનામૂલ્યે બે હજાર જેટલા માળા તથા કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આવનારી પેઢીને આપણે વારસામાં આપવું જ હોય તો વન્યજીવન અને પર્યાવરણની શીખ આપવાની જરૂર છે. જો આવું નહિં કરીએ તો આવનારા સમયમાં આ વન્યજીવો માત્ર ફોટા અને પાઠ્યપુસ્તકોમાં પૂરતા જ રહી જશે. આ વન્યસંપદા અને ચકલી બચાવવાનો પ્રયાસ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial