Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારતીય ચૂંટણી પંચ દ્વારા
ખંભાળીયા તા. ૨૧ઃ દિવ્યાંગોને ચૂંટણીલક્ષી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવતી ''સક્ષમ''એપ્લિકેશન બનાવાઈ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૭૨૫૭ દિવ્યાંગ મતદારોને મતદાર નોંધણી, મતદાન મથક શોધ, આગોતરા વ્હીલચેરના રજિસ્ટ્રેશન સહિતની સુવિધાઓ મળશે.
ભારતનું ચૂંટણી પંચ દિવ્યાંગ લોકો માટે મતદાર ઓળખ અને નોંધણી પ્રક્રિયાને સરળ બને તે માટે પ્રતિબદ્ધતાપૂર્વક કામ કરી રહ્યું છે. ચૂંટણી પંચની નવી પહેલ અંતર્ગત દિવ્યાંગોને ચૂંટણીલક્ષી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવવા માટે 'સક્ષમ' એપ્લિકેશન બનાવવામાં આવી છે. 'સક્ષમ' એપ્લિકેશન ઉપયોગમાં સરળ અને અનેકવિધ સુવિધાઓ પ્રદાન કરે છે. આ એપ દિવ્યાંગોને મતદાન માટે નોંધણી કરાવવાનું, તેમનું મતદાન મથક શોધવાનું અને તેમનો મત આપવાનું સરળ બનાવવામાં મદદરૂપ થાય છે.
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ દિવ્યાંગ મતદારોને તેમની મતદાનની પવિત્ર ફરજ અદા કરવા માટે વિવિધ આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૮૧-ખંભાળિયા વિધાનસભા મત વિભાગમાં પુરુષ-૨૦૬૫ અને સ્ત્રી-૧૨૬૮ એમ કુલ ૩૩૩૩ તથા ૮૨-દ્વારકા વિધાનસભા મતવિભાગમાં પુરુષ-૨૩૧૩ અને સ્ત્રી-૧૬૧૧ એમ કુલ ૩૯૨૪ દિવ્યાંગ મતદારો છે. આમ, જિલ્લામાં કુલ ૪૩૭૮ - પુરુષ અને ૨૮૭૯ - સ્ત્રી એમ કુલ ૭૨૫૭ દિવ્યાંગ મતદારો નોંધાયેલા છે. આ મતદારો માટે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખાસ ૨(બે) દિવ્યાંગ સંચાલિત મતદાન મથકો પણ બ નાવવામાં આવશે. દિવ્યાંગ મતદારો મતદાન મથકે સ્વયંસેવકોની સુવિધા સહિત 'સક્ષમ એપ' ના માધ્યમથી એડવાન્સમાં વ્હીલચેરની જરૂરિયાત પણ રજિસ્ટર કરાવી શકશે.
આ એપ્લિકેશનમાં પ્રથમ વખત મતદાન કરનાર દિવ્યાંગએ તેમના રાજ્ય, જિલ્લા અને વિધાનસભા મતવિસ્તાર સાથે તેમનું નામ, સરનામું અને મોબાઈલ નંબર ફીડ કરવાનો રહેશે. જ્યારે નોંધાયેલા મતદારોએ તેમનો એપીક નંબર એપ્લિકેશનમાં નોંધાવવાનો રહેશે. નોંધણી બાદ બૂથ-સ્તરનો અધિકારી અન્ય ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે ઘરે તેમની મુલાકાત લેશે. તે પછી, મતદાર આઈ.ડી. કાર્ડ તેમના સરનામાં પર મોકલવામાં આવશે, એટલું જ નહીં આ એપ દ્વારા દિવ્યાંગોને મતદાનના દિવસે વ્હીલચેર માટે આગોતરા નોંધણીની સુવિધા પણ આપવામાં આવી છે.
'સક્ષમ એપ' દૃષ્ટિની ક્ષતિ ધરાવતા દિવ્યાંગો માટે અવાજ સહાય, સાંભળવાની ક્ષતિ ધરાવતા દિવ્યાંગોને ટેક્સ્ટ-ટુ-સ્પીચની સુવિધા, મતદાન મથકોની માહિતી ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ થાય છે.
આ એપમાં મતદાન મથક પર ઉપલબ્ધ સુવિધાઓ અને મતદાન અધિકારીઓની સંપર્ક વિગતો આપવામાં આવે છે. સાથે જ એપ પર ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેતી વખતે દિવ્યાંગોને આવતી કોઈપણ સમસ્યા અંગે ફરિયાદ નોંધાવી શકાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial