Advertisement
Author: નોબત સમાચાર

લસ્સીના વેપારી સામે નગરના તબીબે રૂ.૨૨ લાખના ચેક પરતની કરી ફરિયાદ

આ જ વેપારી સામે અગાઉ પણ નોંધાયો હતો ગુન્હોઃ

જામનગર તા. ૨૧ઃ જામનગરના લાલબંગલા વિસ્તારમાં મહાવીર લસ્સી નામની દુકાન ચલાવતા આસામી સામે નગરના એક તબીબે રૂ.૨૨ લાખ ૫૦ હજારના ચેક પરતની કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. આ વેપારી સામે અગાઉ રૂ.૧૦૦ કરોડના ચીટીંગની ફરિયાદ થઈ હતી.

જામનગરમાં લાલબંગલા સર્કલ પાસે મહાવીર લસ્સી નામની દુકાન ચલાવતા ભાવેશ પ્રવીણચંદ્ર મહેતાએ રૂ.૬૫ લાખ વ્યાજ વગર જ ડો. વિશાલ માધવદાસ પંચમતીયા પાસેથી હાથઉછીના લઈ તેમાંથી રૂ.૨૨ લાખ ૫૦ હજાર ચૂકવવા ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત આવ્યો હતો.

આ બાબતની નોટીસ પાઠવાયા પછી ફરિયાદીને રકમ ચૂકવવામાં ન આવતા તેઓએ વકીલ હાર્દિક એરડા મારફત કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, થોડા મહિના પહેલાં મહાવીર લસ્સી નામની આ દુકાનના સંચાલક ભાવેશ મહેતાએ લોભામણી લાલચ આપી જુદી જુદી વ્યક્તિઓ પાસેથી અંદાજે રૂ.૧૦૦ કરોડ મેળવી લીધા પછી ઠેંગો બતાવી દીધાની ફરિયાદ કરવામાં આવી હતી. તે ગુન્હામાં આરોપીની ધરપકડ થઈ હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh