Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બીમારીના કારણે શિશાંગમાં યુવાનનું થયું મોતઃ
જામનગર તા. ૨૧ઃ કાલાવડના શિશાંગ પાસે રહેતા એક યુવાનનંુ ટીબી તથા ચામડીની બીમારીના કારણે તબીયત બગડ્યા પછી રાજકોટ દવાખાને મૃત્યુ થયું છે. જયારે ખંભાળિયાના ધરમપુરમાં હૃદયરોગનો હુમલો આવી જતાં જામનગરના આમરા ગામના ખેડૂત પર કાળનો પંજો પડ્યો છે.
કાલાવડ તાલુકાના શિશાંગ ગામમાં હોલી-ડે સિટીમાં રહેતા પ્રમોદ રામજીભાઈ વર્મા નામના ચાલીસ વર્ષના યુવાનને ચારેક વર્ષથી ટીબી તથા ચામડીની બીમારી વળગી હતી. તેની સારવાર અપાવવામાં આવી રહી હતી. તે દરમિયાન ગઈ તા.૨૯ના દિને પ્રમોદભાઈની તબીયત લથડતા તેઓને રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા રાજકોટના રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે વસવાટ કરતા અને કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા જીતેન્દ્રભાઈ મારૂએ પોલીસને જાણ કરી છે.
ખંભાળિયા નજીકના ધરમપુર ગામમાં આવેલા જામનગર તાલુકાના આમરા ગામના સવજીભાઈ રાજાભાઈ મઘોડીયા (ઉ.વ.પ૩) નામના પ્રૌઢ ગઈકાલે બપોરે બાથરૂમમાં જતા હતા ત્યારે હૃદયરોગનો તિવ્ર હુમલો આવી જતાં પડી ગયા હતા. તેઓનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર પિયુષ ભાઈએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial