Advertisement
Author: નોબત સમાચાર

પ્રોડ્કટની ગુણવત્તા નબળી હોવાની ફરિયાદ થઈ નામંજૂર

ગ્રાહકે ઓનલાઈન ખરીદી હતીઃ

જામનગર તા. ૨૧ઃ જામનગરના ઠેબાના એક આસામીએ એક કંપનીની પ્રોેડ્કટ ઓનલાઈન મંગાવ્યા પછી તે પ્રોડક્ટ નબળી ગુણવત્તાની હોવાની ફરિયાદ ગ્રાહક ફોરમમાં કરી હતી. તે ફરિયાદ નામંજૂર કરાઈ છે.

જામનગરના ઠેબા ગામમાં રહેતા સાવન હંસરાજભાઈ વૈષ્ણવ નામના આસામીએ કાયસા કેર પ્રા.લિ. નામની પેઢીની પ્રોડ્કટ ઓનલાઈન મંગાવી હતી. તે પ્રોડ્કટ નબળી ગુણવત્તાની હોવાનું સાવનભાઈએ જણાવ્યા પછી પણ તેને પરત નહીં લેવાતા તેઓએ ગ્રાહક તકરાર કમિશનમાં ફરિયાદ કરી હતી.

તે કેસ ચાલી જતાં ફોરમે આ પ્રોડ્કટ આક્ષેપ મુજબ નબળી ગુણવત્તાની હોવાનો કોઈ પુરાવો ફરિયાદી આપી શકતા નથી તેમ ઠરાવી ફરિયાદ નામંજૂર કરવાનો હુકમ કર્યાે છે. કંપની તરફથી વકીલ ગૌરવ પંડયા, ચાંદની સોલંકી, ઉદય કવૈયા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh