Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે વર્ષ પહેલાં કરાઈ હતી ફરિયાદઃ
જામનગર તા. ૨૧ઃ જામનગરના પટેલકોલોની વિસ્તારમાં રહેતા એક મહિલા સામે રૂ.પ લાખના ચેક પરતની ફરિયાદ કોર્ટમાં કરવામાં આવ્યા પછી તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.
જામનગરના વિરલસિંહ હરેન્દ્રસિંહ જેઠવા નામના વેપારીએ રૂ.૫ લાખ પટેલ કોલોનીમાં રહેતા રેખાબા વિજયસિંહ જાડેજાને હાથ ઉછીના આપ્યા પછી રેખાબાએ તે રકમની પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાં રજૂ કરવામાં આવતા સ્ટોક પેમેન્ટના શેરાથી નવેમ્બર ૨૦૨૧માં પરત ફર્યા હતો. આથી રેખાબા વિજયસિંહ જાડેજા સામે વિરલસિંહ જેઠવાએ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી.
ઉપરોક્ત કેસ ચાલી જતાં અદાલતે આરોપી રેખાબા જાડેજાનો છૂટકારો ફરમાવ્યો છે. આ કેસમાં આરોપી તરફથી વકીલ અશોક એચ. જોષી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial