Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હજુ પણ રહી ગયા હોય તેઓ ૯ એપ્રિલ સુધી ફોર્મ ભરે
ખંભાળીયા તા. ર૧ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાત્રતા ધરાવતા અને બાકી રહેલા મતદારો મતદારયાદીમાંથી નવા નામ મનોંધણી હેતુ આગામી તા. ૯ મી એપ્રિલ ર૦ર૪ સુધી ફોર્મ ભરી શકશે. મતદાન આપી આ મહોત્સવમાં સહભાગી થવાની દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણીતંત્રે અપીલ કરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧૪,૩૯૪ યુવા મતદારો નોંધાયેલા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની અસામાન્ય અને શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન અંગે વિવિધ બેન્ક મેનેજરો સાથે ચૂંટણી સંદર્ભે બેઠક યોજાઇ,સામાન્ય ટ્રાન્ઝેક્શન અંગે ચૂંટણી તંત્રનું ધ્યાન દોરવા બેન્ક મેનેજરોને સૂચનો આપતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી જી.ટી.પંડ્યા લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી જી.ટી.પંડ્યાએ જિલ્લાની વિવિધ બેન્કોના મેનેજરો અને પ્રતિનિધિઓ સાથે કલેકટર કચેરી ખાતે ખાસ બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી જી.ટી.પંડ્યાએ બેન્ક પ્રતિનિધિઓને ચૂંટણી સમયગાળા દરમિયાન થનારા પ્રત્યેક શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનની જાણકારી બાબતે દેખરેખ રાખી ચૂંટણી વિભાગને માહિતીગાર કરવા જણાવ્યું હતું. કોઈ સામાન્ય નાગરિકો તેમજ અન્ય કોઈને બિનજરૂરી કનડગત ન થાય તેની તકેદારી રાખવા પર ખાસ ભાર મુકવામાં આવ્યો હતો.
આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી જી.ટી.પંડ્યાએ છેલ્લા બે માસ દરમિયાન (સાયલેન્ટ એકાઉન્ટ) ટ્રાન્ઝેક્શન થયું ન હોય અને ચૂંટણી દરમિયાન ટ્રાન્ઝેક્શનની અસામાન્ય અને શંકાસ્પદ ઘટનાઓની માહિતીને ચૂંટણી તંત્રના ધ્યાને દોરવા સૂચનાઓ આપી હતી. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જિલ્લામાં/ મતવિસ્તારમાં આવી તબદિલીના કોઈ પણ પૂર્વ દ્રષ્ટાંત વગર બેન્કના એક ખાતામાંથી અન્ય કેટલાંક વ્યક્તિઓના ખાતામાં આર.ટી.જી.એસ. દ્વારા અસામાન્ય રકમની તબદિલી થઈ હોય તેવી માહિતીનું લીડ બેન્ક થકી ચૂંટણી તંત્રને ધ્યાન દોરવાનું રહેશે.
નોમીનેશન ફાઈલ દાખલ કરનાર ઉમેદવાર ઉપરાંત તેમના પરિવારજનો અથવા તેના આશ્રિતના બેન્ક ખાતામાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રાજકીય પક્ષના ખાતામાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન સહિતની ઘટનાઓની માહિતી ચૂંટણી તંત્રને મોકલવાની રહેશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ. ડી.ધાનાણી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી જે.ડી.પટેલ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.એમ.પરમાર, બેન્ક મેનેજરશ્રી સહિત વિવિધ બેન્કોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial