Advertisement
Author: નોબત સમાચાર

પંચેશ્વર ટાવર પાસે આવેલા પ્લોટ અંગેના બોગસ ડોક્યુમેન્ટના કેસમાં પ્રોસેસનો હુકમ

એક જ વારસ હોવાના બનાવી લેવાયા હતા કાગળોઃ

જામનગર તા. ૨૧ઃ જામનગરના પંચેશ્વર ટાવર પાસે આવેલા કિંમતી પ્લોટના બોગસ ડોક્યુમેન્ટ બનાવવા અંગે અદાલતનો આશરો લેવાયા પછી અદાલતે તપાસનો હુકમ કર્યાે હતો. તેના રજૂ થયેલા રિપોર્ટ પછી ત્રણ સામે કાયદાકીય કાર્યવાહી કરવાનો અદાલતે હુકમ કર્યાે છે.

જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં આવેલા કિંમતી અને ખુલ્લા પ્લોટના માલિક તરીકે ગુજરનાર છગનભાઈ ટીડાભાઈ સુરાણીનું નામ નોંધાયેલું છે. તે પ્લોટના અન્ય વારસના નામ છૂપાવી પ્રતિક સુરાણીએ સિટી સરવે કચેરીમાં ખોટું સોગંદનામું તથા આધાર રજૂ કરી પોતાનું એકલાનું નામ ચઢાવી લીધુ હતું. આ કૃત્યમાં એક કાનૂની સલાહકાર અને શહેનાઝબેન કાદર ખુરેશી, કાદર આદમ ખુરેશીએ મદદગારી કર્યાની અરજી વિશાલ નવીનભાઈએ પોલીસમાં કરી હતી. તે પછી અદાલતમાં આઈપીસી ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮ હેઠળ ફરિયાદ નોંધાવાઈ હતી.

ફરિયાદમાં જણાવાયા મુજબ પ્રતિકે સુરાણીએ તે મિલકતમાં પોતે એકલા જ માલિક છે તેમ જણાવી તે મિલકત શહેનાઝબેનના નામે ટ્રાન્સફર કરી નાખી અને તે પછી ખુલ્લો પ્લોટ ફરીથી વિશાલ નવીનભાઈ કણઝારીયાને વેચી નાખ્યો હતો. વેચાણ પછી રેવન્યુ રેકર્ડમાં નામ ટ્રાન્સફરની કાર્યવાહી વખતે આ બાબત ખૂલતા વિશાલે ફરિયાદ નોંધાવી હતી.

તે કેસની તપાસ કરવા હુકમ થયા પી અદાલતે તેના રજૂ થયેલા રિપોર્ટને ધ્યાનમાં રાખી પ્રતિક ભાલચંદ્ર સુરાણી, શહેનાઝબેન કાદર ખુરેશી સામે જુદા જુદા ગુન્હા હેઠળ પ્રોસેસ ઈસ્યુ કરવાનો હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ અનિલ જી. મહેતા, અર્જુનસિંહ સોઢા, વિવેક જાની રોકાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh