Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાલ બે દર્દીઓ સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ
જામનગર તા. ૧૦: જામનગર જિલ્લામાં ચાંદીપુરા રોગના લક્ષણો ધરાવતા બાળ દર્દીઓની સંખ્યા ધીમાં પગલે સતત વધી રહી છે. ગત શનિવારે વધુ બે દર્દીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તો ગઈકાલે આજે મળી કુલ ત્રણ બાળ દર્દીઓના સારવારમાં મૃત્યુ નીપજતા હાહાકાર મચી જવા પામ્યો છે. આથી દાખલ દર્દીની કુલ સંખ્યા પાંચમાંથી બેની થવા પામી છે. દરમિયાન ધ્રોલ પંથકના દર્દીનું મૃત્યુ થયા પછી તેનો રિપોર્ટ પોઝિટિવ મળ્યો છે. આમ જિલ્લામાં પ્રથમ દર્દીનો રિપોર્ટ ચાંદીપુરા પોઝિટિવ આવ્યો છે.
ધ્રોલ પંથક ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા એક બાળકનું રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાનને ચારેક દિવસ પહેલા મૃત્યુ નીપજ્યું હતું. જો કે, બાળકના ચાંદીપુરા વાયરસના સેમ્પલનો રિપોર્ટ હજુ બાકી હતો પરંતુ હવે તેનો રિપોર્ટ પોઝિટિવ મળતા આરોગ્ય તંત્રની દોડધામ વધી જવા પામી છે.
બીજી તરફ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલા ચાંદીપુરાના શંકાસ્પદ તમામ કેસોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
જામનગરની જી.જી. હોસ્પિટલમાં હાલમાં ત્રણ બાળદર્દીઓ સારવાર હેઠળ હતા. દરમિયાન વધુ બે બાળકોને શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો જણાતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જેમાં એક પસાયા તથા એક ધ્રોલ પંથકના દર્દીનો સમાવેશ થાય છે. આમ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા પાંચની થવા પામી હતી. પરંતુ આજે સવારે અને ગઈકાલે મળીને કુલ ત્રણ બાળકોના સારવારમાં મૃત્યુ નીપજ્યા છે. પરિણામે હાહાકાર મચી જવા પામ્યો છે. જેમાં કાલાવડ પંથકના બે અને ધ્રોલ પંથકના એક દર્દીનો સમાવેશ થાય છે. આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે સંબંધિત વિસ્તારોમાં સતત સર્વેલન્સ, આરોગ્ય તપાસ અને જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવી રહૃાા છે. ચાંદીપુરા વાયરસ અંગે લોકોમાં ગભરાટ નહીં પરંતુ સાવચેતી રાખવા અને બાળકોમાં તાવ, ઝાડા, ઊલટી, બેભાન થવા જેવા ગંભીર લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર લેવા અપીલ કરવામાં આવી છે.
જામનગર શહેર અને જિલ્લા ઉપરાંત દેવભૂમિ દ્વારકા સહિત કુલ ૧૦ જેટલા બાળદર્દીઓને ચાંદીપુરાના શંકાસ્પદ દર્દી તરીકે ગણવામાં આવ્યા હતા, અને સારવાર અપાઇ છે. જે પૈકી જી.જી. હોસ્પિટલમાં પાંચ શંકાસ્પદ બાળદર્દીઓના મૃત્યુ થયા બાદ જામનગર જિલ્લાના છઠ્ઠા બાળ દર્દીનું સારવાર દરમિયાન રાજકોટમાં મૃત્યુ નીપજ્યું હતું. એટલે કે શરૂઆત થી અત્યાર સુધી જોઈએ તો શંકાસ્પદ ચાંદીપુરાના બાળ દર્દીઓ ની સંખ્યા ૧૨ની થવા પામી છે. અને જે બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. તેનો રિપોર્ટ પોઝિટિવ મળ્યો હતો. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં વધુ ત્રણ બાળકોના મૃત્યુ થતાં હાહાકાર મચી જવા પામ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial