Advertisement
Author: નોબત સમાચાર

નિફ્ટી ફ્યુચરમાં ઉછાળે વેચવાલી નોંધાશે, ૨૪૦૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો.... સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારની શરુઆત ઉછાળા સાથે થઈ હતી. ટ્રમ્પની ટેરિફ નીતિના અમલીકરણમાં બેકફૂટ તેમજ યુરોપ - યુક્રેન વોર સહિતના જિઓ - પોલિટિકલ ક્રાઇસિસમાં રાહત તેમજ છેલ્લા પાંચ મહિનામાં આવી ગયેલા મોટા કરેકશન બાદ ઘણા શેરો આકર્ષક વેલ્યુએશને મળવા લાગતાં માર્ચ એન્ડિંગ પૂર્વે ફંડો, મહારથીઓ સક્રિય લેવાલ બની જતાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો - એફપીઆઈઝ, એફઆઈઆઈઝ ફરી ફ્રન્ટલાઈન - સારા શેરોમાં વેલ્યુબાઈંગની તક ઝડપતા આજે ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ જોવા મળ્યો હતો.

વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓના વાદળો દૂર થવા સાથે આર્થિક ગતિવિધિઓ મજબૂત બનતા અને પરિણામે ભારતનું અર્થતંત્ર પણ વેગવાન બન્યું હોવાના અહેવાલો વચ્ચે એશિયન બજારોમાં તેજી સાથે આજે ભારતીય શેરબજાર ઉછાળા સાથે કારોબાર કરી રહ્યું હતું.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૧૭%ના વધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૩૩% અને નેસ્ડેક ૦.૫૩% ઘટીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૩% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ઓટો, ફોકસ્ડ આઈટી, ટેક અને આઈટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ વધારા સાથે કારોબાર કરી રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૬૧૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૪૯૯ અને વધનારની સંખ્યા ૨૦૦૧ રહી હતી, ૧૧૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા.... મિત્રો, આગામી નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) ગ્રોથ ૬.૫%થી વધુ રહેવાનો અંદાજ મૂડીઝ રેટિંગ્સે આપ્યો છે. ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થા ૬.૩%ના દરે વધવાનો અંદાજ છે. સરકારી મૂડી ખર્ચમાં વધારો, કરવેરા અને વ્યાજદરમાં ઘટાડાથી વપરાશમાં વધારો થશે, પરિણામે આગામી નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્ર વધુ ઝડપી ગતિએ વૃદ્ધિ પામશે. બેન્કિંગ સેક્ટર માટે સ્થિર દૃષ્ટિકોણનો અંદાજ આપતાં મૂડીઝે જણાવ્યું હતું કે આગામી નાણાકીય વર્ષમાં ભારતીય બેન્કોનું સંચાલન સાનુકૂળ રહેશે, હાલના વર્ષોમાં નોંધાયેલા નોંધપાત્ર સુધારાઓના કારણે એસેટ ક્વોલિટીમાં નજીવો ઘટાડો જોવા મળ શે.

વર્ષ ૨૦૨૪ના મધ્યમાં એક અસ્થાયી ઘટાડા બાદ ભારતનો આર્થિક ગ્રોથ ફરી ઝડપથી વધવાનો અંદાજ છે. ભારત આ ગ્રોથ સાથે વૈશ્વિક સ્તર પર ઝડપથી વિકસતુ અર્થતંત્ર બનશે. નાણા મંત્રાલયની આર્થિક સમીક્ષામાં, આગામી નાણાકીય વર્ષ માટે જીડીપી ગ્રોથ ૬.૩-૬.૮% રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. સત્તાવાર અનુમાન મુજબ, ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી ગ્રોથ ૬.૫% રહેશે. દેશનો રિઅલ જીડીપી ગ્રોથ જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૨૪ ત્રિમાસિકમાં ઘટી ૫.૬% થયો હતો, જે આગામી ત્રિમાસિકમાં વધીને ૬.૨% થયો હતો. મૂડીઝને અપેક્ષા છે કે ભારતનો સરેરાશ ફુગાવો ગયા વર્ષના ૪.૮%થી ઘટીને નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ૪.૫% થશે.

એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂાઆતે એપ્રિલ ગોલ્ડ રૂ. ૮૮૬૭૩ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.  ૮૮૯૩૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ. ૮૮૬૭૩ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૩૭૧ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.  ૮૮૭૫૫ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂાઆતે માર્ચ સિલ્વર રૂ. ૧૦૧૬૮૯ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ. ૧૦૧૬૮૯ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ. ૧૦૧૪૩૭ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૪૨ પોઈન્ટના વધારા સાથે ૧૦૧૪૫૫ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક    સ્પેશીફીક અંદાજીત રૂખ

એસબીઆઈ લાઈફ (૧૫૬૨) : એસબીઆઈ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ. ૧૫૨૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ. ૧૫૦૮ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ. ૧૫૭૭ થી રૂ. ૧૫૮૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ. ૧૫૯૦ ઉપર તેજી તરફી ધ્યાન...!!

વોલ્ટાસ લિ. (૧૪૪૧) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂ. ૧૪૨૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ !! રૂ. ૧૪૦૭ ના સપોર્ટથી આ સ્ટોક રૂ. ૧૪૬૪ થી રૂ. ૧૪૭૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે...!!

અદાણી પોર્ટ્સ (૧૨૦૯) : રૂ. ૧૧૮૦ નો પ્રથમ તેમજ રૂ. ૧૧૬૩ બીજા સપોર્ટથી પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ. ૧૨૨૩ થી રૂ. ૧૨૩૦ સુધીની તેજી તરફી રૂખ નોધાવશે...!!

ડૉ. રેડ્ડીઝ લેબોરેટરી (૧૧૪૬) : ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ. ૧૧૬૭ થી રૂ. ૧૧૮૦ ના ભાવની સંભાવના ધરાવે છે !! અંદાજીત રૂ. ૧૧૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!!

જેએસડબ્લ્યૂ સ્ટીલ (૧૦૬૮) : રૂ. ૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ. ૧૦૧૭ સ્ટોપલોસ આસપાસ આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોકમાં તેજી તરફી રૂ. ૧૦૮૪ થી રૂ. ૧૦૯૩ આસપાસ ભાવ દર્શાવે તેવી સંભાવના છે...!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh