Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગયા મહિને ચોરી થયાની કરાઈ હતી ફરિયાદઃ
જામનગર તા. ૧૬: જામનગરની કૃષ્ણ કોલોનીમાં આવેલા એક કારખાનામાંથી ૮૦ કિલો વજનના પિત્તળના સળીયા ચોરાઈ ગયા હતા. તેની તપાસમાં પોલીસે બે મહિલાને ચોરાઉ મુદ્દામાલ સાથે પકડી પાડી છે. આ મહિલાએ ચોરીની કબૂલાત આપી છે.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.પ૮માં કૃષ્ણ કોલોનીમાં ભરતભાઈ વિઠ્ઠલભાઈ માંડવીયા નામના આસામીના આવેલા કારખાનામાં ગયા મહિનાની ૧૯ તારીખે ૮૦ કિલો પિત્તળના સળીયાની ચોરી થઈ હતી. કોઈ તસ્કર પાછળના ખુલ્લા પ્લોટમાંથી રૂ.૪૦ હજારના સળીયા ઉઠાવી ગયાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું.
તે ગુન્હાની તપાસ દરમિયાન ચોરીમાં બે મહિલાની સંડોવણી હોવાનું અને આ મહિલાઓ પ્રદર્શન મેદાન પાસે ઉભી હોવાની બાતમી મળતા સિટી એ ડિવિઝનની પોલીસ ટૂકડી પીઆઈ એન.એ. ચાવડાની સૂચનાથી ધસી ગઈ હતી. ત્યાંથી સાતરસ્તા નજીક રહેતી ગીતાબેન વનરાજ પરમાર તથા સામુબેન રવિ પરમાર નામની બે મહિલા મળી આવી હતી.
આ મહિલાઓ પાસેથી ૮૦ કિલો વજનના પિત્તળના સળીયા સાંપડયા હતા. તે અંગે પૂછપરછ કરાતા આ મહિલાઓએ ચોરીની કબૂલાત આપી છે. પોલીસે સળીયા કબજે કરી બંને મહિલાની અટકાયત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial