Advertisement
Author: નોબત સમાચાર

તમિલનાડુમાં મેઘતાંડવઃ ચેન્નાઈ જળબંબાકારઃ જનજીવન ખોરવાયું

આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં પણ ભારે વરસાદઃ પરિવહન ઠપ્પઃ હજુ ભારે વરસાદની આગાહી

નવી દિલ્હી તા. ૧૬: તમિલનાડુમાં છેલ્લા ર૪ કલાકમાં વરસેલા વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ચેન્નાઈ સહિત વિવિધ રાજ્યોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ચેન્નાઈ શહેરના કેટલાક ભાગોમાં આજે સવારે પણ હળવો વરસાદ ચાલુ છે. ઠેર-ઠેર જળબંબાકાર થતા જનજીવન ઠપ્પ થઈ ગયું છે. હજુ વધુ વરસાદની આગાહી કરાઈ છે.

ચેન્નાઈ અને તમિલનાડુના અન્ય સ્થળોએ ભારે વરસાદને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. કોલોનીઓથી લઈને રસ્તાઓ સુધી ઘૂંટણિયે પાણી ભરાઈ ગયા હતાં. રોડથી લઈને ટ્રેન એર ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ખોરવાઈ ગઈ. ઘણી ટ્રેનો અને ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી હતી.

હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી આપી છે અને કહ્યું છે કે, લો પ્રેશર એરિયા ડિ-પ્રેશનમાં ફેરવાઈ ગયું છે અને ૧૭ ઓકટોબરે સવારે ચેન્નાઈના દરિયાકાંઠેથી પસાર થવાની શક્યતા છે. ચેન્નાઈ શહેર સહિત રાજ્યના વિવિધ ભાગોમાં બસ સેવા ખોરવાઈ ગઈ હતી. દક્ષિણ રેલવેએ ચેન્નાઈ સેન્ટ્રલ-મૈસુર કાવેરી એક્સપ્રેસ સહિત ચાર એક્સપ્રેસ ટ્રેનોને રદ કરવાની અને અન્ય કેટલીક ટ્રેનોને ડાયવર્ઝન કરવાની જાહેરાત કરી છે. પાણી ભરાયેલા રસ્તાઓને કારણે પૂરતી સંખ્યામાં મુસાફરો એરપોર્ટ સુધી પહોંચી શક્યા ન હોવાથી ઘણી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ રદ કરવી પડી હતી.

હવામાન ખાતાની ચેતવણીને પગલે રાજ્ય સરકારે ચેન્નાઈ, તિરુવલુર, કાંચીપુરમ અને ચેંગલપેટ જિલ્લામાં ૧૬ ઓક્ટબરે આવશ્યક સેવાઓ સિવાય તમામ શાળાઓ, કોલેજો અને સરકારી કચેરીઓની રજા જાહેર કરી છે. વરિષ્ઠ આઈએએસ અધિકારીઓની દેખરેખ હેઠળ વિવિધ જિલ્લાઓમાં રાહત શિબિરોની સ્થાપના કરવામાં આવી છે.

કર્ણાટકની રાજધાની બેંગ્લોર સહિત રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. પુડુચેરીમાં પણ ૧૬ મી ઓક્ટોબરે શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.

દક્ષિણ-પશ્ચિમ અને અડીને આવેલા દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી પર પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ તરફ ઓછા દબાણના વિસ્તારની હિલચાલને કારણે આંધ્રપ્રદેશના ઘણાં ભાગોમાં ભારે વરસાદ થયો હતો. હવામાન વિભાગે એમ પણ જણાવ્યું હતું કે, હવામાન પ્રણાલી આજે સાંજે પ-૩૦ વાગ્યે બંગાળની ખાડીના દક્ષિણ-ચશ્ચિમમાં, ચેન્નાઈથી લગભગ ૪૯૦ કિ.મી. પૂર્વ-દક્ષિણપૂર્વમાં અને નેલ્લોરથી પ૯૦ કિ.મી. દક્ષિણ-પૂર્વમાં સ્થિતિ હતી તે પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે અને ૧૭ ઓક્ટોબરની સવારે ડિપ્રેશન તરીકે ચેન્નાઈ નજીક પુડુચેરી અને નેલ્લોર વચ્ચે ઉત્તર તમિલનાડુ-દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠાને પાર કરે તેવી સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે આંધ્રપ્રદેશમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. કેટલાક અલગઅઅલગ સ્થળોએ અત્યંત ભારે વરસાદની સંભાવના છે. ૧૭ ઓક્ટોબર સુધી તામિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા સહિત દક્ષિણ-પશ્ચિમ અને અડીને આવેલા પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી પર ૬૦ કિ.મી. સુધી પહોંચતા ભારે પવનની સંભાવના છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh