Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રી સમસ્ત કોટેચા પરિવાર-ટ્રસ્ટ પોરબંદરના ઉપક્રમે
રાવલ તા. ૧૬: આગામી રવિવારે તા. ર૦ ઓક્ટોબરે શ્રી સમસ્ત કોટેચા પરિવાર ટ્રસ્ટ પોરબંદરના ઉપક્રમે ભાણવડના ભૂતવડમાં કોટેચા પરિવારના સુરાપુરા ડાડાની જગ્યામાં હવન, સમૂહ પ્રસાદી તથા સંલગ્ન ધાર્મિક કાર્યક્રમો યોજાશે.
શ્રી સમસ્ત કોટેચા પરિવાર ટ્રસ્ટ દ્વારા દર વર્ષે દશેરા પછી ભાણવડના ભૂતવડમાં કોટેચા પરિવારના સુરાપુરાડાડાના સાંનિધ્યમાં હવન થાય છે, તે મુજબ આ વર્ષે પણ રવિવાર ને તા. ર૦ મી ઓક્ટોબરે સવારે ૮ વાગ્યે હવન શરૂ થશે, બપોરે ૧ર-૩૦ વાગ્યે બીડું હોમાશે અને તે પછી સમૂહપ્રસાદી યોજાશે. આ હવનના શાસ્ત્રી પદે મૂળ રાવલના શ્રી ઉમેશભાઈ બાબુભાઈ ગોર (પોરબંદર) અને શ્રી હિમાંશુભાઈ મહેન્દ્રભાઈ ગોર (ભાણવડ) રહેશે. આ આયોજન શ્રી સમસ્ત કોટેચા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ કપિલ જે. કોટેચા, ઉપપ્રમુખ કેશુભાઈ એન. કોટેચા, મંત્રી નીતિનભાઈ એ. કોટેચા, ખજાનચી મુકેશભાઈ બી. કોટેચા અને સેક્રેટરી પ્રવિણભાઈ કે. કોટેચા સહિતના ટ્રસ્ટી મંડળ દ્વારા કરાયું છે.
આ હવન તથા પ્રસાદી માટે સૌઢાણાના સ્વ. મોહનલાલ અને સ્વ. બાબુલાલ કોટેચા, ગં.સ્વ. ઈન્દુબેન બાબુલાલ કોટેચા પરિવારે આર્થિક સહયોગ આપ્યો હોઈ, આ માટે પ્રસાદી કે ફંડફાળો સ્વીકારાશે નહીં. આ અંગે વિશેષ વિગતો માટે ટ્રસ્ટી મંડળના સભ્યો ઉપરાંત ભાણવડ, ગોંડલ, રાવલ, પોરબંદર, ખંભાળિયાના સહયોગી અગ્રણીઓનો સંપર્ક પણ થઈ શકે છે.
આયોજકો તરફથી સમસ્ત કોટેચા પરિવારોને આ હવન વિધિમાં ભાગ લેવા આમંત્રિત કરાયા છે, તેમ કપિલ જે. કોટેચા (મો.નં. ૯૮રપર ૩૦રપ૩) જણાવેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial