Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મહાનગરપાલિકામાં અનેક મામકાઓને નોકરીમાં રખાયા

આઉટ સોર્સ એજન્સી મારફત પ્રવેશઃ

જામનગર તા. ૧૬: જામનગર મહાનગરપાલિકામાં અમુક કર્મચારીની આઉટ સોર્સીસ એજન્સી મારફત ભરતી કરવામાં આવી છે, પરંતુ જાણે આ કોઈ ઘરની પેઢી હોય તેમ અમુક લાગતા વળગતાઓને નોકરીમાં ગોઠવી દેવાયા છે.

જામનગર મહાનગર પાલિકામાં ફિલ્ડવર્ક, વહીવટી કામ માટે અમુક કામના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે, તો અમુક આઉટ સોર્સ મારફત ભરતી કરી કર્મચારી પાસેથી કામ લેવામાં આવે છે, પરંતુ આ માટે કર્મચારીની યોગ્ય લાયકાતને ધ્યાનમાં લેવાના બદલે યોગ્ય લાગવગને ધ્યાનમાં રાખીને ભરતી કરવામાં આવી છે. એટલે કે મામકાઓને ગોઠવી દેવામાં આવ્યા છે.

મહાનગરપાલિકામાં ફરજ બજાવતા અને અગાઉ ફરજ બજાવી નિવૃત્ત થઈ ગયેલા અધિકારીઓ, કર્મચારીઓ પોતાના સંતાનોને નોકરીમાં ગોઠવી દીધા છે, તો અમુક હોદ્દેદારો, કોર્પોરેટરોએ પણ પોતાના સંબંધિતોને નોકરીમાં રાખી દીધા છે.

અગાઉ ફરજ બજાવી બદલી થયેલ અધિકારીએ જે જગ્યા માટે કર્મચારીની નિમણૂક કરી હતી તે કર્મચારી હાલ અન્ય સ્થળે ફરજ બજાવી રહ્યા છે. એટલે કે તેની કોઈ જરૂર નથી, પરંતુ તેને ફક્ત સાચવી લેવા માટે જ રાખ્યા છે. આમ જામનગર મહાનગર પાલિકામાં અધિકારી અને અન્ય હોદ્દેદારોની મહેરબાનીથી આશરે ડઝનેક લોકો નોકરી કરી રહ્યા છે. તગડો પગાર મેળવી રહ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh