Advertisement
Author: નોબત સમાચાર

દિવ્યાંગોને મળવાપાત્ર સાધનો અંગે ચકાસણી કેમ્પ

જી.જી. હોસ્પિટલ પછી હવે લાલપુર અને ધ્રોળમાં

જામનગર તા. ૧૬: જામનગર જિલ્લામાં ભારત સરકારના ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ (એલીમ્કો) અને જિલા વહીવટી તંત્ર જામનગર દ્વારા દિવ્યાંગોને જરૂરિયાત મુજબ મળવાપાત્ર સાધન નક્કી કરવા માટે પ્રાથમિક ચકાસણી કેમ્પ તા. ૧૪-૧૦-ર૦ર૪ થી તા. ૧૬-૧૦-ર૦ર૪ જી.જી. હોસ્પિટલ, મેડિકલ કોલેજનું પાર્કિંગ, સોલેરિયમ પાસે, નવી ઓપીડી જામનગરમાં સંપન્ન થયા પછી હવે તા. ૧૭-૧૦-ર૦ર૪ થી તા. ૧૮-૧૦-ર૦ર૪ સુધી સરકારી હોસ્પિટલ, સી.એચ.સી. સેન્ટર, બી.આર.સી. ભવન પાસે, લાલપુર, તા. ૧૯-૧૦-ર૦ર૪ થી તા. ર૦-૧૦-ર૦ર૪ સુધી સરકારી હોસ્પિટલ, સી.એચ.સી. સેન્ટર ધ્રોળમાં કરવામાં આવેલ છે. જેમાં કોઈપણ ઉંમરના ભારતીય નાગરિકને બગલઘોડી, લાકડી (સ્ટીક), કેલીપર્સ, ટ્રાઈસિકલ, વ્હીલચેર, સીપીચેર, એલ્બોકર્ચ, સુગમ્યકેન, બ્રેલકીટ, રોલેટર, મોટરાઈઝ્ડ ટ્રાઈસાઈકલ, સ્માર્ટ ફોન, કૃત્રિમ અવયવો, હીયરીંગ એઈડ, ટી.એલ.એમ. કીટ, એ.ડી.એલ. કીટ વગેરે જેવા સાધનો મળવાપાત્ર છે.

આ લાભ મેળવવા માગતા લાભાર્થીઓએ ઓછામાં ઓછા ૪૦ ટકા વિક્લાંગતા પ્રમાણપત્ર સાથે મંત્રાલય દ્વારા જારી કરાયેલ યુડીઆઈડી કાર્ડ અથવા ક્યુઆર કોડવાળુ દિવ્યાંગતા સર્ટીફિકેટ, આધાર કાર્ડ, આવકનો દાખલો, (તલાટી, સરપંચ, ધારાસભ્ય, સાંસદ, મામલતદાર, કોર્પોરેટર અથવા બી.પી.એલ. કાર્ડ) રજૂ કરવાના રહેશે.

બી.પી.એલ. કાર્ડ/ બી.પી.એલ. રેશન કાર્ડ જેની પાસે હોય તેને આવકનો દાખલો જરૂરી નથી તેમજ છેલ્લા ૩ વર્ષ દરમિયાન કોઈપણ સ્ત્રોતમાંથી સાધન સહાય મળેલ ન હોય તેવા વ્યક્તિને જ સહાય મળવાપાત્ર છે. પાંચ વર્ષમાં એક વાર મોટરાઈઝ્ડ ટ્રાઈસાઈકલ અને સ્માર્ટ ફોન મળશે જેની નોંધ લેવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જામનગરની યાદીમાં જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh