Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શાંઘાઈ સહયોગ સંગઠન શિખર સંમેલન
ઈસ્લાબાદ તા. ૧૬: એસ.સી.ઓ.ની બેઠકમાં ભારતના વિદેમંત્રી એસ. જયશંકરે કોઈપણ દેશનું નામ લીધા વિના ચીન અને પાકિસ્તાનને ચોખ્ખુ સંભળાવ્યું છે કે, આતંકવાદ અને વાતચીત સાથે નહીં ચાલે. દરેક દેશે અન્ય સભ્યદેશોની સંપ્રભૂતાનું સન્માન કરવું પડશે.
વિદેશમંત્રી એસ. જયશંકરે પાકિસ્તાનમાં એસસીઓ શિખર સંમેલનને સંબોધિત કરી કહ્યું છે કે 'આતંકવાદ, અલગાવવાદ અને કટ્ટરવાદથી બચવું પડશે'. સારા સંબંધો માટે વિશ્વાસ જરૂરી છે. જો વિશ્વાસ નથી તો કંઈપણ નથી. એટલે કે આતંકવાદ અને વાતચીત એકસાથે નહીં ચાલે.
જયશંકર બુધવારે સવારે ૧૦-૩૦ મિનિટ પર ઈસ્લામાબાદના જિન્ના કન્વેન્શન સેન્ટર પહોંચ્યા ત્યારે તેમનું સ્વાગત પાકિસ્તાનના પીએમ શહેબાઝ શરીફ અને ડેપ્યુટી પીએમ ઈશાક ડારે કર્યું હતું. એસસીઓની બેઠક ૧૧ વાગ્યે શરૂ થઈ ગઈ છે. જેમાં એસસીઓના વેપાર અને આર્થિક એજન્ડા પર ચર્ચા થઈ રહી છે. બેઠક પછી અઢી વાગે લંચ થશે. સાંજે ૪ વાગે જયશંકર પાકિસ્તાનથી ભારત માટે રવાના થઈ જશે. તેવો કાર્યક્રમ જાહેર થયો છે.
સાંઘાઈ સહયોગ સંગઠન શિખર સંમેલનમાં એસ. જયશંકરે ચીન અને પાકિસ્તાનની પોલ ખોલીને મૂકી દીધી છે.
એસસીઓ સમિટને સંબોધિત કરતા વિદેશમંત્રી એસ. જયશંકરે પાકિસ્તાન-ચીનના સીપીઈસી પ્રોજેક્ટના કારણે ભારતીય સંપ્રભુતાના ઉલ્લંઘનનો મુદ્દો ઊઠાવ્યો છે. વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું કે એસસીઓના સભ્ય દેશોનો સહયોગ પરસ્પર સન્માન અને સંપ્રભુ સમાનતા પર આધારિત હોવો જોઈએ. જરૂરી છે કે તમામ દેશ ક્ષેત્રિય અખંડતા અને સંપ્રભુતાને માન્યતા આપે. આ માટે વાસ્તવિક ભાગીદારીનું નિર્માણ થવું જોઈએ, ના કે એકપક્ષીય એજન્ડા પર આગળ વધવું જોઈએ. વિદેશ મંત્રીએ સીપીઈસીની તરફ ઈશારો કરતા કહ્યું કે જો આપણે વિશ્વની અમુક પ્રથાઓને આગળ વધારીશું ખાસ કરીને વેપાર અને વ્યાપારિક માર્ગો માટે તો એસસીઓની પ્રગતિ થઈ શકશે નહીં.
ઉલ્લેખનિય છે કે, સીપીઈસીને લઈને ભારતની ચિંતા છે કે આ પ્રોજેક્ટ પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરથી થઈને પસાર થાય છે. આ વિસ્તારને ભારત પોતાનો અભિમ ભાગ માને છે. જયશંકરે ચીન અને પાકિસ્તાનનું નામ લીધ વિના પાક.ની ધરતી પરથી જ બનને દેશોને કડક સંદેશ પણ આપી દીધો છે.
વિદેશમંત્રી એસ. જયશંકરે એસસીઓ શિખર સંમેલનમાં કહ્યું કે એસસીઓનુ પ્રાથમિક લક્ષ્ય આતંકવાદ, અલગાવવાદ અને અતિવાદનો સામનો કરવાનું છે. વર્તમાન સમયમાં એ પણ મહત્ત્વપૂર્ણ છે. આ માટે ઈમાનદાર વાતચીત, વિશ્વાસ, સારા પાડોશી અને એસસીઓ ચાર્ટરના પ્રત્યે પ્રતિબદ્ધતાની જરૂર છે. એસસીઓને આ ત્રણ બદીઓનો સામનો કરવામાં દૃઢ અને સંકલ્પિત થવાની જરૂર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial