Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પતિ તથા સાસુ સામે થઈ હતી રાવઃ
જામનગર તા. ૧૬: જામનગરના એક મહિલાએ પતિ તથા સાસુ સામે દહેજ બાબતે ત્રાસ આપ્યાની રાવ પોલીસમાં કરી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે બંને આરોપીનો છૂટકારો કર્યાે છે. જામનગરના ગુલાબનગર પાસે ક્રિષ્ના પાર્કમાં રહેતા અઝહર કાદર બ્લોચ સાથે નાઝીમાબેન ઈકબાલ શેખના નિકાહ થયા પછી પતિ તેમજ સાસુ શહેનાઝબેન દહેજની માગણી કરતા હોવાની અને ત્રાસ આપી બીમારીની સારવાર માટે પણ ન લઈ જતાં હોવાની ફરિયાદ નાઝીમાબેને મહિલા પોલીસ સ્ટેશનમાં કરી હતી.
તે કેસ ચાલી જતાં અદાલતે બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી પતિ અઝહર કાદર બ્લોચ તથા સાસુ શહેનાઝબેન બ્લોચનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ અસરફ જુણેજા તથા નિલય ઠાકર રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial