Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ક્રિકેટનો સટ્ટો રમતા શખ્સ સામે ગુન્હો

શ્રીલંકામાં રમાતી મેચ પર લગાડતો હતો સટ્ટોઃ

જામનગર તા. ૧૬: જામનગરના આણદાબાવાના ચકલા પાસેથી ગઈરાત્રે પોલીસે એક શખ્સને શ્રીલંકામાં રમાતી ક્રિકેટ ટુર્નામેન્ટ પર સટ્ટો રમતો પકડી પાડ્યો છે. આ શખ્સનો મોબાઈલ તથા રોકડ કબજે કરવામાં આવ્યા છે.

જામનગરના આણદાબાવા ચકલા પાસે ગઈકાલે રાત્રે એક શખ્સ ઉભો રહી પોતાના મોબાઈલમાં ક્રિકેટનો સટ્ટો રમતો હોવાની બાતમી મળતા સિટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે દરોડો પાડ્યો હતો.

આ સ્થળેથી મહાવીર એપાર્ટમેન્ટમાં રહેતો નિરવ વિજયભાઈ શાહ નામનો શખ્સ મળી આવ્યો હતો. આ શખ્સ પોતાના મોબાઈલમાં એક આઈડી પરથી હાલમાં શ્રીલંકામાં રમાતા ટી-ટવેન્ટી ક્રિકેટ મેચના ગઈકાલના મેચ પર રનફેર, વિકેટ સહિતના સોદા કરતો જોવા મળતા પોલીસે તેનો રૂ.પ હજારનો મોબાઈલ તથા રૂ.૧૫૦૦ રોકડા કબજે કરી જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh