Advertisement
Author: નોબત સમાચાર

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી પદે ઓમર અબ્દુલ્લાઃ સુરેન્દ્ર ચૌધરી બન્યા નાયબ મુખ્યમંત્રી

કલમ ૩૭૦ હટાવાયા પછી પ્રથમ વિધાનસભા ચૂંટણી યોજાઈ હતીઃ

   નવી દિલ્હી તા. ૧૬: જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે ઓમર અબ્દુલ્લાએ શપથ લીધા છે. કલમ ૩૭૦ હટાવ્યા પછી ઓમર અબ્દુલ્લા કેન્દ્ર શાસિત પ્રદેશના પહેલા સીએમ બન્યા છે. શેર-એ-કાશ્મીર ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરમાં શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં અખિલેશ યાદવ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, એનસીપી તથા આપના નેતાઓ પણ હાજર રહ્યા હતાં.

અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતાં. શપથવિધિના કાર્યક્રમમાં આઈ.એન.ડી.આઈ.એ. ગઠબંધનના ટોચના નેતાઓએ હાજરી આપી હતી, જેમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ, સંજયસિંહ સહિત અનેક દિગ્ગજો સામેલ હતાં.

શેર-એ-કાશ્મીર ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરમા આ કાર્યક્રમ યોજાયો હતો. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ આ કાર્યક્રમમાં જોવા મળ્યા હતાં. ઉલ્લેખનિય છે કે, આ પહેલા એવા અહેવાલ સામે આવ્યા હતાં કે કોંગ્રેસ નેશનલ કોન્ફરન્સની સરકારને બહારથી ટેકો કરશે. તેમનો કોઈ નેતા મંત્રી પદ ગ્રહણ નહીં કરે. જેના પર ઓમર અબ્દુલ્લાનું રિએક્શન સામે આવ્યું હતું અને તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ અને અમારી વચ્ચે બધું બરાબર છે. કોઈ ગરબડ નથી.

ઉલ્લેખનિય છે કે, જમ્મુ-કાશ્મીરમાં ૧૦ વર્ષ પછી યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ ગઠબંધનનો વિજય થયો હતો. આ બેઠકોમાંથી નેશનલ કોન્ફરન્સે ૪ર અને કોંગ્રેસે ૬ વિધાનસભા બેઠકો જીતી હતી, જ્યારે ભાજપ ર૯ વિધાનસભા બેઠકો જીતવામાં સફળ રહ્યો હતો. મહેબુબા મુફ્તીની પાર્ટી પીડીપી આ ચૂંટણીમાં ખાસ પ્રદર્શન કરી શકી નથી.

જમ્મુ-કાશ્મીરના નવા સીએમ બન્યા પછી ઓમર અબ્દુલ્લાએ મોટો નિર્ણય લીધો. તેમણે સુરિન્દરસિંહ ચૌધરીને કેન્દ્ર શાસિત પ્રદેશના નવા ડેપ્યુટી સીએમ બનાવવાની જાહેરાત કરી. ચૌધરીએ જમ્મુ-કાશ્મીરના ભાજપના પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર રેનાને ચૂંટણીમાં પરાજયનો સ્વાદ ચખાડ્યો હતો.

ઓમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના અગાઉ પણ સીએમ રહી ચૂક્યા છે. તેઓએ ર૦૦૯ માં કોંગ્રેસ સાથે મળીને નવી સરકાર બનાવી હતી. આવી સ્થિતિમાં ઓમર અબ્દુલ્લા ર૦૦૯-ર૦૧૪ વચ્ચે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી હતા, જો કે ર૦૧૯ માં જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવ્યા પછી તેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો હતો. અહીં ર૦૧૯ થી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું, જે હવે ખતમ થયું છે, અને લોકોએ ચૂંટેલી સરકારે કાર્યભાર સંભાળી લીધો છે.

ઓમર અબ્દુલ્લાની કેબિનેટમાં સુરિન્દર ચૌધરી, નેશનલ કોન્ફરન્સના નૌશેરાના ધારાસભ્ય (ડેપ્યુટી સીએમ), સકીના ઈટુ, નેશનલ કોન્ફરન્સના દમહાલ હંજીપેરા ધારાસભ્ય, જાવેદ રાણા, મેંઘરથી નેશનલ કોન્ફરન્સના ધારાસભ્ય, જાવેદ ડાર, રફિયાબાદથી નેશનલ કોન્ફરન્સના ધારાસભ્ય અને સતીશ શર્મા, એનસી-કોંગ્રેસ ગઠબંધનને ટેકો આપનારા છંબના અપક્ષ ધારાસભ્યનો સમાવેશ થાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh