Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પતિ, સાસુ-સસરા, દિયર-દેરાણી સામે ફરિયાદઃ
જામનગર તા. ૧૬: જામનગરના બે યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં સાસરિયાઓ સામે ત્રાસ આપ્યાની ફરિયાદ કરી છે. પોલીસે એક ફરિયાદમાં પતિ, સાસુ, દિયર, દેરાણી સામે તેમજ બીજી ફરિયાદમાં પતિ, સાસુ-સસરા સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
જામનગરના હરિયા સ્કૂલ રોડ પર વસવાટ કરતા ખુશ્બુબેન નાનજીભાઈ હીરપરા નામના યુવતીના લગ્ન વર્ષ ૨૦૧૪માં ઓશવાળ-૪માં શ્રી રેસીડેન્સીમાં રહેતા સાગર મનસુખભાઈ ધામી સાથે થયા પછી આ પરિણીતાને પતિ તેમજ સાસુ ચંદ્રિકાબેન, દિયર ધવલ, દેરાણી મોનીકાબેન ધવલભાઈએ શારીરિક તથા માનસિક ત્રાસ આપી મારકૂટ કરતા કંટાળી ગયેલા ખૂશ્બુબેને મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના રામેશ્વરનગર નજીક રાંદલના વડમાં રહેતા પૂજાબેન પ્રેમસંગ જાડેજા નામના યુવતીએ વર્ષ ૨૦૨૨માં શંકરટેકરીમાં પાણીના ટાંકા પાસે રહેતા કીર્તિભાઈ નંદાભાઈ ગલોરીયા સાથે લગ્ન કર્યા પછી આ પરિણીતાને પતિ કીર્તિભાઈ, સાસુ મીનાબેન, સસરા નંદાભાઈ મોહનભાઈ ગલોરીયાએ શારીરિક તથા માનસિક ત્રાસ આપી મારકૂટ કરવા ઉપરાંત ગાળો ભાંડી કરિયાવરની માગણી કરતા આ પરિણીતાએ પણ મહિલા પોલીસ સ્ટેશનમાં રાવ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial