Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ.૭ લાખના ચેક પરતના કેસમાં અન્ય આસામી મુક્તઃ
જામનગર તા. ૧૬: જામનગરના એક આસામી સામે રૂ.૮ લાખના ચેક પરતની ફરિયાદ કરાઈ હતી. અદાલતે આ આસામીનો છૂટકારો ફરમાવ્યો છે. જ્યારે ફાયનાન્સ પેઢીએ કરેલી રૂ.૭ લાખના ચેક પરતની ફરિયાદમાં પણ નગરના આસામીનો છૂટકારો થયો છે.
જામનગરમાં શિવ કૃપા પેકેજીંગ ઈન્ડસ્ટ્રીઝના નામથી વેપાર કરતા રીશિત કિશોરભાઈ પટેલ સામે બેડેશ્વરના ઓસમાણ હુસેન કુંગડા નામના આસામીએ રૂ.૪ લાખના એક એવા બે ચેક પરત ફર્યાની ફરિયાદ નોંધાવી હતી.
તે બંને કેસ અદાલતમાં ચાલી જતાં આરોપી પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે આરોપી રીશિત કિશોરભાઈ પટેલનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ નીખિલ બુદ્ધભટ્ટી, પાર્થ સામાણી, સમર્થ વેકરીયા રોકાયા હતા.
જામનગરની શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાયનાન્સ પેઢી પાસેથી રાજેશ વસરામભાઈ ખરા નામના આસામીએ રૂ.૪ લાખની લોન મેળવી હતી. તે લોનના હપ્તા ચઢત થઈ જતાં અને ફાયનાન્સ પેઢીએ ઉઘરાણી કરતા રાજેશ ખરાએ રૂ.૭ લાખનો ચેક આપ્યો હતો. તે ચેક પરત ફર્યાની કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલવા પર આવતા ચેક મુદ્દત બહારના લેણાનો છે અને તે ચેક કાયદેસરના લેણા માટે આપવામાં આવ્યો નથી તેવી દલીલ કરાતા અદાલતે આરોપીનો છૂટકારો કર્યાે છે. આરોપી તરફથી વકીલ કિશોર ભટ્ટ, પાર્થ મોદી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial