Advertisement
Author: નોબત સમાચાર

ઐતિહાસિક આઈકોનિક ડેસ્ટિનેશન ભૂચરમોરીના શહીદ વનમાં યોજાયો 'વિકાસ ભારત' કાર્યક્રમ

પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, કલેક્ટર, ડીડીઓ સહિતના અધિકારી-પદાધિકારીઓ જોડાયાઃ

જામનગર તા. ૧૬: આઈકોનિક સ્થળ ભૂચર મોરીમાં પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાની અધ્યક્ષતામાં વિકાસ સપ્તાહ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. મંત્રીઓએ જણાવ્યું હતું કે, રણમાં વિક્સેલું શહીદ વન પર્યટકોના આકર્ષણના કેન્દ્ર સાથે પર્યાવરણનું જતન કરે છે.

તા. ૭ થી ૧પ ઓક્ટોબર દરમિયાન ચાલી રહેલા વિકાસ સપ્તાહની સમગ્ર રાજ્યમાં ઉજવણી કરવામાં આવી રહી છે. જે પૈકી રાજ્યમાં ર૩ આઈકોનિક સ્થળની વિકાસ પદયાત્રા અને વિકાસ સપ્તાહને અનુરૂપ કાર્યક્રમો યોજવા પસંદગી કરવામાં આવી છે. જેમાં જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકામાં ભૂચરમોરીમાં આવેલા શહીદવનનો સમાવેશ કરવામાં આવ્યો છે અને ત્યાં જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને વિકાસ ભારત અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધાના ર૩ વર્ષ પૂર્ણ થવાના અવસરે સરકારે ૭ થી ૧પ ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી કરવા ર૩ સ્થળો નક્કી કર્યા છે. આ એ પ્રતિષ્ઠિત સ્થળો છે, જે નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન તેમના વિઝન અને નેતૃત્વને પ્રતિબિંબિત કરે છે તેમજ તેમણે લોન્ચ કરેલા કે ઉદ્ઘાટન કરેલા નોંધપાત્ર પ્રોજેક્ટ્સની ઝાંખી કરાવે છે.

પસંદ કરાયેલ આ ર૩ સ્થળોમાં જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકામાં આવેલ ઐતિહાસિક ભૂચરમોરી શુદ્ધભૂમિમાં નિર્માણ કરવામાં આવેલ શહીદ વનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ભૂચરમોરીમાં માતૃભૂમિની રક્ષા કાજે ખેલાયેલા યુદ્ધમાં જે યોદ્ધાઓ શહીદ થયા છે તેમની યાદમાં શહીદવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે અત્યારે પ્રવાસનના સ્થળ તરીકે વિક્સ્યું છે. જેના પરિણામે આજુબાજુના ધંધાર્થીઓની આર્થિક આવકમાં પણ વધારો થયો છે. વિકાસ સપ્તાહ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વ અને રાષ્ટ્રનિર્માણ પ્રત્યેના તેમના સમર્પણની ઉજવણી છે, જેમાં વિકાસ પદયાત્રા તેમની ર૩ વર્ષની લોક સેવા દરમિયાન હાંસલ કરેલી સિદ્ધિઓને અંજલિ આપે છે.

શહીદવનમાં મંત્રીએ વિકાસ પદયાત્રાનું સમાપન કરાવ્યું હતું, જેમાં શાળાના વિદ્યાર્થીઓ, અગ્રણીઓ તેમજ પદાધિકારીઓ અને અધિકારીઓ જોડાયા હતાં. કાર્યક્રમના અંતે સૌએ ભારત વિકાસ શપથ લીધા હતાં. ત્યારપછી મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા કલેક્ટર બી.કે. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, નાયબ વન સંરક અરૂણ કુમાર, પ્રાંત અધિકારી સ્વપ્નિલ, તાલુકા વિકાસ અધિકારી સોજીત્રા, શાળાના વિદ્યાર્થીઓ, અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh