Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભેનકવડની ગૌચરની જમીનના પ્રશ્ને
ખંભાળીયા તા. ૧૬: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા સેવા સદનની સામે તાલુકાના ભેનકડ ગામના લોકો દ્વારા દશ દિવસથી ગામની ગૌચરની જમીન પરત મેળવવા પ્રતીક ઉપવાસ આંદોલન ચાલે છે. જેમાં ગઈકાલે બે ઉપવાસીઓની તબિયત લથડતા સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
ગામની ૧૯૫૮ માં જિલ્લા કલેક્ટર જામનગર દ્વારા ગૌચરમાં અપાયેલી જમીન રદ્દ કરેલી હોય, આ જમીન પરત મેળવવા ગ્રામજનો દ્વારા હાઈકોર્ટમાં જતા હાઈકોર્ટે આ હુકમ રદ્દ કરીને જમીન પરત આપવા હુકમ કરવા છતાં તંત્રએ કંઈ અમલ ના કરતા સમગ્ર ગામના લોકો દ્વારા રોજ ૧૦૦/૧૧૦ જેટલા લોકો સામૂહિક રીતે ભાણવડ તાલુકા સેવા સદન સામે ૧૦ દિવસથી ઉપવાસ પર ઉતર્યા છે.
ગઈકાલે દ્વારકા જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાની સૂચનાની ખંભાળીયા પ્રાંત અધિકારી કે.કે. કરમટા દ્વારા ભાણવડ ઉપવાસી છાવણીની મુલાકાત લેવાઈ હતી તથા તેઓ આ ઉપવાસીઓના પ્રશ્ન અંગે જિલ્લા કલેક્ટરને રિપોર્ટ કરશે. ગૌચર જેવા મુદ્દે સમગ્ર ગામ લડત કરી રહ્યું છે, ખેડૂતો, ગ્રામજનો તેમના કામ-ધંધા મૂકીને રોજ પ્રતીક ઉપવાસ આંદોલન પર આવે છે, ત્યારે આ ગંભીર પ્રશ્નનો નિકાલ કરવા માંગ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial