Advertisement
Author: નોબત સમાચાર

કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોના ભારતવિરોધી આરોપો ગંભીરઃ યુએસએ

ભારત-કેનેડા તંગદિલી વચ્ચે અમેરિકાએ પોત પ્રકાશ્યું

વોશિંગ્ટન તા. ૧૬: ભારત અને કેનેડા વચ્ચે વધી રહેલી તંગદિલી વચ્ચે અમેરિકાએ કેનેડાની તરફેણ કરતું નિવેદન કરતા આગમાં ઘી હોમાયું છે.

ભારત અને કેનેડા વચ્ચેના વિવાદમાં હવે અમેરિકા પણ કૂદી પડ્યું છે અને કેનેડાની તરફાદરી કરી છે. કેનેડાએ ફરી આરોપ લગાવ્યો છે કે હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતીય અધિકારીઓનો હાથ છે. આ સાથે તેણે ભારતના હાઈ કમિશનર સહિત છ રાજદ્વારીઓને પાછા બોલાવી દીધા છે.

આ આરોપો પછી કેનેડા અને ભારત વચ્ચે રાજદ્વારી તણાવ વધી ગયો છે. કેનેડાએ મંગળવારે કહ્યું કે તેણે 'ફાઈવ આઈઝ' (ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યુઝીલેન્ડ, યુકે અને અમેરિકા) ને આ અંગે જાણ કરી છે.

હવે અમેરિકાએ કેનેડાના આરોપોને ખૂબ જ ગંભીર ગણાવતા ભારતને તપાસમાં સહકાર આપવા વિનંતી કરી છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું કે, અમે સ્પષ્ટ કર્યું છે કે કેનેડાના આરોપો ખૂબ ગંભીર છે અને તેને ગંભીરતાથી લેવાની જરૂર છે. અમે ઈચ્છીએ છીએ કે ભારત સરકાર કેનેડા અને તેની તપાસમાં સહકાર આપે, પરંતુ ભારતે વૈકલ્પિક રસ્તો પસંદ કર્યો.

ગયા વર્ષે જ્યારે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડોએ સંસદમાં ભારત પર નિજ્જરની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો ત્યારે અમેરિકાએ ભારતની પ્રતિક્રિયા પર ચિંતા વ્યક્ત કરી હતી. તે સમયે ભારતે કેનેડાના ૪૧ રાજદ્વારીઓને પરત ફરવાનું કહ્યું હતું. ત્યારે પણ મેથ્યુ મિલરે કહ્યું હતું કે અમેરિકા માને છે કે ભારતે કેનેડાની તપાસમાં સહયોગ કરવો જોઈએ.

ઉલ્લેખનિય છે કે, કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની કથિત હત્યા પછી કેનેડિયન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો વારંવાર ભારત વિરૂદ્ધ અવારનવાર ઝેર ઓકતા રહે છે. ટ્રુડો સરકારે નિજ્જર કેસમાં ભારતીય હાઈ કમિશનર સંજય કુમાર વર્માએ વ્યક્તિગત હિતનો ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ કર્યા પછી ભારતે કેનેડામાંથી ભારતીય રાજદૂતને પરત બોલાવી લીધા પછી વધુ એક મોટો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે કેનેડાના હાઈકમિશનર સહિત છ રાજદ્વારીની હકાલપટ્ટી કરી છે. ભારતે તેમને ૧૯ ઓક્ટોબર સુધીમાં દેશ છોડવાનો આદેશ આપ્યો છે. આ પહેલા કેન્દ્ર સરકારે સંજય કુમાર વર્માને તાત્કાલિક ત્યાંથી ભારત પરત બોલાવી લીધા છે. ભારત સરકારે કેનેડમાંથી હાઈ કમિશનર અને અન્ય લક્ષિત રાજદ્વારીઓ અને અધિકારીઓને પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. તેના આંતરરાષ્ટ્રીય પ્રત્યાઘાતો પડી રહ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh