Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આવતીકાલે શપથ ગ્રહણઃ અમિત શાહની હાજરીમાં એલાન
ચંદીગઢ તા. ૧૬: હરિયાણાના મુખ્યમંત્રી તરીકે નાયબસિંહ સૈની જ ફરીથી મુખ્યમંત્રી બનશે અને આવતીકાલે શપથવિધિ સમારોહ યોજાશે. તેવી જાહેરાત ધારાસભ્ય દળની બેઠક પછી અમિત શાહની હાજરીમાં કરાઈ હતી.
હરિયાણામાં ત્રીજી વખત ભાજપની સરકાર બનવા જઈ રહી છે. આજે ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ધારાસભ્ય દળની બેઠક મળી હતી. જેમાં ધારાસભ્ય દળના નેતા તરીકે નાયબસિંહ સૈનીના નામ પર મહોર લગાવવામાં આવી છે. આ બેઠકમાં અમિત શાહ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવને કેન્દ્રીય નિરીક્ષક તરીકે હાજર રહ્યા હતાં. પંચકુલાના ભાજપ કાર્યાલયમાં સવારે ૧૧ વાગે બેઠક મળી હતી.
સુત્રોના જણાવ્યા મુજબ બેઠક દરમિયાન અનિલ વિજે પોતે મુખ્યમંત્રીના પદ માટે નાયબ સૈનીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. કેબિનેટ મંત્રીઓમાં કયા ચહેરાનો સમાવેશ કરવામાં આવશે તે અંગે હજુ સુધી કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.
આ સાથે છેલ્લા ઘણાં દિવસોથી મુખ્યમંત્રી પદને લઈને અટવાયેલી મૂંઝવણનો અંત આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ મુખ્યમંત્રી પદ અંગેના નિર્ણય માટે હરિયાણા પહોંચ્યા હતા. આ બેઠકમાં હરિયાણાના તમામ ૪૮ ધારાસભ્યો પણ હાજર હતાં.
ઉલ્લેખનીય છે કે ૯ ઓકટોબરના નાયબસિંહ સૈની નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતાં. તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને પણ મળ્યા હતાં. આ દરમિયાન જ્યારે તેમને આગામી સીએમ વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યંું હતુ કે સંસદીય બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે હરિયાણાની ૯૦ બેઠકોમાંથી ભાજપે ૪૮ બેઠકો જીતી છે જ્યારે કોંગ્રેસને ૩૭ બેઠકો મળી હતી. ત્રણ અપક્ષ ધારાસભ્યોએ પણ ભાજપને સમર્થન જાહેર કર્યું છે. નવી સરકારના શપથ ગ્રહણ માટે ૧૭ ઓકટોબરની તારીખ નક્કી કરવામાં આવી છે. આજે ધારાસભ્ય દળની બેઠક બાદ રાજ્યપાલને કેબિનેટ અને રાજ્યમંત્રી તરીકે શપથ લેનારા ધારાસભ્યોની યાદી સોંપવામાં આવશે. ત્યારબાદ રાજ્યપાલ ૧૭ ઓકટોબરે શપથ ગ્રહણ માટે આમંત્રણ આપશે.
આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રીઓ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને એનડીએ સહયોગીઓ ભાગ લેશે. ઉપરાંત વિવિધ પક્ષોના વિપક્ષી નેતાઓ, પ્રગતિશીલ ખેડૂતો, લાખપતિ દીદીઓ અને વિવિધ સામાજિક સંસ્થાઓના લોકોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial