Advertisement
Author: નોબત સમાચાર

મધુરમ્ સોસાયટીમાં ચારેક મહિના પહેલાં થયેલી ચોરીનો ભેદ ખૂલ્યો

રિમાન્ડ પર રહેલા શખ્સે ચોરીની આપી કબૂલાતઃ

જામનગર તા. ૧૬: જામનગરના નવાગામ ઘેડમાં આવેલી મધુરમ સોસાયટીમાં ચારેક મહિના પહેલાં થયેલી એક ચોરીનો ભેદ ઉકેલાયો છે. બીજા ગુન્હામાં રિમાન્ડ પર રહેલા આ શખ્સે પોલીસની પૂછપરછમાં તે ચોરીની પણ કબૂલાત આપી ૫૩ ગ્રામ સોનાના દાગીના કાઢી આપ્યા છે. પોલીસે રૂ.૧ લાખ ૪૩ હજારના દાગીના કબજે કરી લીધા છે.

જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી મધુરમ સોસાયટીમાં રહેતા જયેન્દ્રસિંહ જેઠુભા ઝાલા નામના આસામીના મકાનમાં ગયા જૂન મહિનામાં ચોરી થઈ હતી. તેની તપાસ પોલીસ દ્વારા કરાઈ રહી હતી. તે દરમિયાન મૂળ યુપીના વતની અને હાલમાં મહાપ્રભુજી બેઠક પાસે વસવાટ કરતા કરણસિંગ રાજકુમારસિંગ ચૌહાણ નામના શખ્સની ચોરીના અન્ય ગુન્હામાં ધરપકડ કરાઈ હતી.

આ શખ્સના મંજૂર થયેલા રિમાન્ડ દરમિયાન તેની ચોરી કરવાની પદ્ધતિ પરથી પોલીસે નવાગામ ઘેડમાં થયેલી ચોરી અંગે પૂછપરછ કરતા આ શખ્સ ભાંગી પડ્યો હતો. તેણે જયેન્દ્રસિંહ ઝાલાના ઘરમાં પણ ચોરી કર્યાની કબૂલાત આપી છે અને આ શખ્સે ત્યાંથી ચોરેલુ સોનાનું મંગળસૂત્ર, પાંચ જોડી કાનની બુટી, સર મળી રૂ.૧ લાખ ૪૩ હજારના ૫૩ ગ્રામ વજનના સોનાના દાગીના કાઢી આપ્યા છે. મુદ્દામાલ કબજે કરી પોલીસે આ ગુન્હામાં પણ આરોપીની ધરપકડ માટે તજવીજ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh