Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં કાર્યક્રમનું આયોજનઃ
જામનગર તા. ૧૬: સનાતન ધર્મના સર્વોચ્ચ ધર્મગુરુ દ્વારકાપીઠના અનંત વિભૂષિત પરમ પૂજનિય ધર્મ ધુરંધર જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ તેમજ તેઓની ઉપસ્થિતિમાં શ્રી સનાતન ધર્મસ્થાન સેવા ટ્રસ્ટ, ભારત દ્વારા મહિલા સંગઠન સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં તમામ મહિલાઓએ જોડાઈને સનાતન ધર્મ વિશે માર્ગદર્શન મેળવવાનો કાર્યક્રમ આગામી તા. ૪-૧૧-ર૪ ના સાંજે ૪-૩૦ થી ૬-૩૦ વાગ્યા દરમિયાન પ્રદર્શન ગ્રાઉન્ડ, જામનગરમાં રાખવામાં આવ્યો છે.
મહિલા સંગઠન સમિતિ (ગુજરાત પ્રદેશ) શ્રી સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ, ભારત દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પ.પૂ. શ્રી મુક્તાનંદજી મહારાજ બ્રહ્માનંદ આશ્રમ, ચાંપરડા (કાર્ય. અધ્યક્ષશ્રી, ભારત), મહંત યોગી શેરનાથજી બાપુ ગોરક્ષક આશ્રમ, જૂનાગઢ (અધ્યક્ષશ્રી ગુજરાત), પ.પૂ. ૧૦૦૮ મહામંડલેશ્વર કણીરામ બાપુ, (દૂધરેજ), ૫.પૂ. ૧૦૦૮ મહા મંડલેશ્વર લલીત કિશોરદાસજી મહારાજ (લીંબડી), પ.પૂ. ૧૦૦૮ મહામંડલેશ્વર કનકેશ્વરી માતાજી (મોરબી) તથા પ.પૂ. ૧૦૦૮ દેવીપ્રસાદ બાપુ, આણદાબાવા સેવા સંસ્થાન ટ્રસ્ટ (જામનગર) ઉપસ્થિત રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial