Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહિલા કર્મચારીને છૂટા કરવાના પ્રશ્ને
જામનગર તા. ૧૬: જામનગરની મહિલા અને બાળ કલ્યાણ અધિકારીની કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીને છૂટા કરી દેવામાં આવતા સંયુક્ત માનવ અધિકારી સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કવામાં આવી હતી. આ સમયે બન્ને પક્ષે ઉગ્ર બોલચાલી થવા પામી હતી.
સંયુક્ત માનવ અધિકાર સમિતિના આગેવાનો, કાર્યકરો ગઈકાલે મહિલા અને બાળ કલ્યાણ વિભાગની કચેરીમાં અધિકારી પાસે પહોંચ્યા હતાં અને ઉગ્ર રજૂઆતો કરી હતી કે કોઈપણ યોગ્ય કારણ વગર અને નોટીસ આપ્યા વગર મહિલા કર્મચારીને નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા છે, જે વ્યાજબી નથી. આથી શા માટે એ મહિલા કર્મચારીને નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા? તેનું યોગ્ય કારણ જાહેર કરવું જોઈએ. અન્યથા આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી પણ રજૂઆત કરનારાઓ દ્વારા આપવામાં આવી હતી. સ્થાનિક કચેરીના મહિલા અધિકારી અને રજૂઆત કરનારાઓ વચ્ચે ઉગ્ર બોલચાલી થઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial