Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બંને કેસમાં આરોપી પક્ષની દલીલો રહી ગ્રાહ્યઃ
જામનગર તા. ૧૬: જામનગરના બે શખ્સ સામે સગીરાના અપહરણ કરવા તથા દુષ્કૃત્ય ગુજારવા અંગે ગુન્હા નોંધાયા હતા. તે બંને કેસમાં આરોપીઓનો અદાલતે છૂટકારો ફરમાવ્યો છે.
મેઘપર પોલીસ સ્ટેશનમાં ફેેબ્રુઆરી ૨૦૨૨માં એક સગીરાના અપહરણ અંગે ફરિયાદ થઈ હતી. તે પછી સગીરા તથા આરોપી અજય સિંહ હરીસિંહ કેર મળી આવ્યા હતા. પોલીસે સગીરાનું નિવેદન નોંધતા તેણે અજયસિંહે ભગાડી હોવાની તથા પોરબંદર કોર્ટમાં લગ્ન કરવા માટે લઈ જઈ દ્વારકા, કેશોદ લઈ જઈ બળજબરીથી દુષ્કર્મ ગુજાર્યાની કેફિયત આપી હતી.
પોલીસે ગુન્હો નોંધી આરોપી સામે કાર્યવાહી કરી હતી. તે કેસ જામનગરની ખાસ પોક્સો અદાલતમાં ચાલવા પર આવતા ભોગ બનનારની ઉંમર સાબિત થતી નથી તેવી દલીલ બચાવપક્ષે કરી હતી. તેને ગ્રાહ્ય રાખી અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ મનોજસિંહ ભટ્ટી, ધવલ વજાણી, જાનકી ભૂત તથા માનસી ફટાણીયા રોકાયા હતા.
જામનગરના કિશોર ઉર્ફે કિશન દિલીપભાઈ નકુમ સામે એક સગીરાના અપહરણ તથા દુષ્કર્મ અંગે ફરિયાદ નોંધાવાઈ હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. તે કેસ ખાસ પોક્સો અદાલતમાં ચાલી જતાં અદાલતે આરોપીનો છૂટકારો કર્યાે છે. આરોપી તરફથી વકીલ શિતલ બી. ખેતીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial