Advertisement
Author: નોબત સમાચાર

મોટરના અકસ્માતનું વળતર ન ચૂકવાતા વીમા કંપની સામે ફરિયાદ

વ્યાજ સાથે વળતર ચૂકવવા ફોરમનો આદેશઃ

જામનગર તા. ૧૫: જામનગરના એક આસામીની મોટરને અકસ્માત નડ્યા પછી તેમાં થયેલી નુકસાનીનું વળતર ચૂકવવામાં વીમા કંપનીએ ઠાગાઠૈયા કરતા ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. ફોરમે વ્યાજ સાથે વળતર ચૂકવવા હુકમ કર્યાે છે.

જામનગરના પરબતભાઈ દાનાભાઈ ચાવડા નામના આસામીએ નવેમ્બર ૨૦૨૨માં હ્યુન્ડાઈ કંપનીની મોટર ખરીદી હતી. તેનો વીમો આઈસીઆઈ સીઆઈ લોન્બાર્ડ જનરલ ઈન્સ. પાસેથી લેવામાં આવ્યો હતો.

વીમો ચાલુ હતો તે દરમિયાન તે મોટર ભાટીયા નજીક અકસ્માતનો ભોગ બનતા તેમાં નુકસાન થયું હતું. રીપેરીંગમાં રૂ.૬૪૬૫૪નો ખર્ચ થયો હતો. તે કલેઈમ ચૂકવવા માટે વીમા કંપનીએ ઈન્કાર કર્યાે હતો. તેથી પરબતભાઈએ વીમા કંપની સામે જિલ્લા ગ્રાહક તકરાર ફોરમમાં ફરિયાદ નોંધાવી હતી. તે ફરિયાદ ચાલી જતાં ફોરમે રૂ.૫૩૪૨૬ છ ટકા વ્યાજ સાથે બે મહિનામાં ચૂકવી આપવા તથા ફરિયાદ ખર્ચના રૂ.પ હજાર અલગથી આપવા વીમા કંપનીને હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ ભાર્ગવ મહેતા, રામદે ગઢવી, મયુર મારકણા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh