Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
/span>
જામનગરતા. ૧૬: જામનગરમાં છેલા ચોવીસ કલાકમાં ંઅડધા ડીગ્રીથી વધુ વધીને મહત્તમ તાપમાન ૩૩.પ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯ર% રહ્યું હતું. તાપમાનમાં થયેલા વધારા અને ભેજનું પ્રમાણ પણ વધુ રહેતા જનતાએ ગરમી અને બફારાની અનુભૂતિ કરી હતી.
જામનગરમાં વરસાદી વાદળોના આંટાફેરા ઓછા થતા તાપમાનમાં વધારો થવાનો પ્રારંભ થયો છે. નગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીથી વધુ વધીને મહત્તમ તાપમાન ૩૩.પ ડીગ્રી અને ૧.૪ ડીગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન ર૬ ડીગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા વધારાના પગલે ગરમીમાં પણ વધારો થયો હતો.
જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ નહીંવત્ ઘટીને ૯ર ટકા રહ્યું હતું. ભેજના આટલા વધુ પ્રમાણના પગલે બફારો પણ યથાવત્ રહેતા પ્રજાજનોને ખાસ કરીને બપોરે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ પ થી ૧૦ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial