Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુખ્યમંત્રીના આદેશને રદ કરવા ધમપછાડા !
જામનગર તા. ૧૬: જામનગર જિલ્લા પંચાયત હસ્તક ધ્રોળ તાલુકાના ઈટાળા ગામે બ્રીજના કામમાં જૂનાગઢની કોન્ટ્રાક્ટર પેઢી સ્વસ્તિક કન્સ્ટ્રક્શન કંપનીના કર્મચારીઓએ સરકારના મદદનીશ ઈજનેર એન.પી. બારડને ઢોર માર મારવાના કિસ્સાને કારણે રાજ્ય સરકારના બાંધકામ વિભાગના મંત્રી (ખુદ મુખ્યમંત્રી) એ આ કોન્ટ્રાક્ટર પેઢીને તાત્કાલિક અસરથી બ્લેકલિસ્ટેડ કરવાનો આદેશ આપ્યો હતો.
હવે... આ કોન્ટ્રાક્ટરના ૩૦૦ કરોડ રૂપિયાના કામો ચાલુ હોય તે તમામ સ્થગિત થઈ ગયા છે, ત્યારે જિલ્લા પંચાયતના કારોબારી સમિિંતના પૂર્વ ચેરમેન દ્વારા મુખ્યમંત્રીના આદેશને રદ્ કરવા ધમપછાડા કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.
આ કોન્ટ્રાક્ટર પેઢી દ્વારા નબળું કામ થતું હોવાનું જણાતા મદદનીશ ઈજનેરે નિયમોનુસાર અને ટેન્ડરની શરતો મુજબ કામ કરાવવાની સૂચના આપતા મારકૂટની ઘટના બની હતી. અર્થાત્ કોન્ટ્રાક્ટર પેઢી સ્વસ્તિક કન્સ્ટ્રક્શન દ્વારા કામો નબળા થતા હોવાની બાબતને પુષ્ટિ મળી હતી. ત્યારે પ્રજાના નાણામાંથી થતા વિકાસકામો, બાંધકામો યોગ્ય રીતે નહીં કરનાર કોન્ટ્રાક્ટર પેઢીને બ્લેકલિસ્ટમાંથી બહાર કાઢી તેને કામો ચાલુ રાખવા દેવાની માંગણી સાથેની રજૂઆતો, વિસ્તૃત પત્રો, આવેદનપત્રો સાથે કરવામાં આપી હોવાનું જાણવા મળે છે. જેમાં મોટા પાયે 'મહેનતાણું' ચૂકવવાની ગોઠવણ પણ થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
આ સમગ્ર પ્રકરણમાં પૂર્વ કારોબારી ચેરમેન વિરૂદ્ધ કોઈ પગલાં લેવાય તેવી શક્યતા પણ વર્તાઈ રહી છે. જિલ્લા પંચાયત વર્તુળોમાં બ્લેકલિસ્ટેડ કોન્ટ્રાક્ટર પેઢીના પ્રકરણમાં મોટાપાયે નવા જુની થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial