Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિવિધ વયજુથમાં કુલ પ૬પ ખેલાડીઓએ ભાગ લીધોઃ
જામનગર તા. ૧૬: રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયજીત અને જિલ્લા રમતગમત અધિકારી જામનગર શહેર દ્વારા સંચાલિત અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા (એસજીએફઆઈ)-ર૦ર૪ રપ ની ઝોનકક્ષા અને મહાનગરપાલિકા કક્ષાની એથ્લેટિક્સ અં. ૧૪, ૧૭ અને ૧૯ વયજુથની ભાઈઓ અને બહેનોની સ્પર્ધાનું આયોજન તા. ૯ થી ૧૧ ઓક્ટોબર દરમિયાન અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન (ક્રિકેટ બંગલો), જામનગરમાં જિલ્લા રમતગમત અધિકારી દ્વારા કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં કુલ ૩રપ ભાઈઓ અને ર૪૦ બહેનો એમ કુલ પ૬પ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં દરેક વયજુથ અને કેટેગરીમાં વિજેતા થયેલા ખેલાડીઓ અખીલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા (એજીએફઆઈ)-ર૦ર૪ રપ રાજ્ય કક્ષાએ એથ્લેટિક્સ સ્પર્ધામાં ભાગ લેશે તેમ જામનગર જિલ્લા રમતગમત અધિકારીની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial