Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લાના ત્રણ પોલીસકર્મીની અન્યત્ર જિલ્લાઓમાં કરાઈ બદલી

હુકમના પગલે પોલીસબેડામાં ચર્ચાઃ

ખંભાળિયા તા. ૧૬: દેવભૂમિ દ્વારકા જિલ્લાના અનાર્મ પોલીસ વિભાગના ત્રણ કર્મચારીની દ્વારકા જિલ્લામાંથી અનુક્રમે મહિસાગર, તાપી તથા અમદાવાદ જિલ્લામાં બદલીનો હુકમ આવતા ચર્ચા જન્મી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસતંત્રમાં ફરજ બજાવતા કુલ પૈકીના ત્રણ પોલીસકર્મીની અન્ય જિલ્લામાં બદલીનો હુકમ આવતા ભારે ચર્ચા જાગી છે.

દ્વારકા જિલ્લાના અનાર્મ પોલીસબેડામાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા કેશુરભાઈ લાખાભાઈ માડમને મહિસાગર જિલ્લામાં મુકવાનો હુકમ થયો છે. જ્યારે હે.કો. રવિભાઈ હરીયાભાઈ નાંગેશને તાપી જિલ્લામાં મૂકી દેવામાં આવ્યા છે. ઉપરાંત એએસઆઈ કિશોરસિંહ રણજીતસિંહ જાડેજાને અમદાવાદ ગ્રામ્યમાં બદલી આપવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh