Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કરજ વધી જતાં યુવાને ઝેરી દવા પી જિંદગી ટૂંકાવીઃ શ્રમિક મહિલાનું વિષપાન
જામનગર તા. ૧૬: જામનગરના હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા એક યુવાને અકળ કારણથી ઝેરી દવા પી લીધા પછી તેઓનું મૃત્યુ નિપજ્યું છે. ગઈકાલે સાંજે નગરની એક યુવતીએ તળાવમાં ઝંપલાવી લઈ જીવતર ટૂંકાવ્યું છે. કલ્યાણપુરના રાવલ ગામના કોળી યુવાને કરજો વધી જતાં ઝેરના પારખા કર્યા છે. ઉપરાંત કલ્યાણપુરના ગાંધવી ગામમાં મજૂરીકામ માટે આવીને રહેતા એક શ્રમિક મહિલાએ અગમ્ય કારણથી દવા પી જિંદગીનો અંત આણ્યો છે.
જામનગરના હનુમાન ટેકરી વિસ્તારમાં આવેલા કોળીના દંગા પાસે રહેતા સુનિલભાઈ બાબુભાઈ ભાંભી (ઉ.વ.૩૧) નામના યુવાને ગઈકાલે સવારે પોતાના ઘરે કોઈ અકળ કારણથી મરી જવાનો કઠોર નિર્ણય કરી ઝેરી દવા ગટગટાવી લીધી હતી. સારવાર માટે જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવેલા સુનિલ ભાંભીનું ટૂંકી સારવારના અંતે મૃત્યુ નિપજ્યું છે. પિતા બાબુભાઈ દાનાભાઈએ પોલીસને જાણ કરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામમાં વસવાટ કરતા એક ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્ય પ્રદેશના ખરગોન જિલ્લાના વતની મમતાબેન મુકેશભાઈ વાસ્કેલ (ઉ.વ.રર) નામના પરિણીતાએ સોમવારની રાત્રે કોઈ અગમ્ય કારણથી ઝેરી દવા પી લીધી હતી. વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લાવવામાં આવેલા આ મહિલાનું મૃત્યુ નિપજ્યાનું ઉષ્માબેન હાલસિંગ કનાસે પોલીસને જણાવ્યંુ છે.
કલ્યાણપુર તાલુકાના રાવલ ગામમાં વસવાટ કરતા અરજણભાઈ કારાભાઈ વાઘેલા (ઉ.વ.૪૫) નામના કોળી યુવાને પોતાના પર કરજ વધી જતાં ગયા શુક્રવારે ઝેરી દવા પી લીધી હતી. સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ થયું છે. પુત્ર કાનાભાઈએ પોલીસને જાણ કરી છે.
જામનગરના રણમલ તળાવમાં ગઈકાલે સાંજે એક યુવતીએ મોતની છલાંગ લગાવી હોવાની જાણકારી કોઈએ ફાયરબ્રિગેડને આપતા ફાયરના જવાનો ધસી ગયા હતા. જવાનોએ પાણીમાં ભૂસકો મારી આ યુવતીને શોધી કાઢ્યા પછી બહાર કાઢવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. તે દરમિયાન વધુ પડતું પાણી પી ગયેલી આ યુવતીનું મૃત્યુ નિપજ્યું છે. મૃતકનું નામ નમીરા મુસાભાઈ મકરાણી (ઉ.વ.૨૧) હોવાનું ખૂલ્યું છે. મૃતદેહને પી.એમ. માટે ખસેડી પોલીસે તેના પરિવારને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial