Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પેઢીના સંચાલકે છેતરપિંડીની નોંધાવી રાવઃ
જામનગર તા. ૧૬: જામનગરના શંકરટેકરી ઉદ્યોગનગરમાં ચલાવાતી એક પેઢી ચાર વર્ષ પહેલાં બંધ કરી દેવામાં આવી હોવા છતાં તે પેઢીના મેતાજીએ પેઢીના નામનું ખાનગી બેંકમાં ખાતુ ખોલાવી નાખી તેમાં બંધ થયેલી પેઢીના યથાવત રહેલા જીએસટી નંબર પરથી ઈનપુટ ક્રેડીટ જમા કરાવી લીધી હતી. તેની જાણ થતાં પેઢી સંચાલકે પોલીસમાં મેતાજી સામે ફરિયાદ કરી છે.
જામનગરના બેડી રીંગરોડ પર આવેલા તિરૂપતિ પાર્કમાં રહેતા વિષ્ણુભાઈ જગદીશભાઈ પંડયા નામના આસામીએ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાજુ જગેટીયા નામના મારવાડી શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ થોડા વર્ષ પહેલાં શંકરટેકરી ઉદ્યોગનગરમાં વિષ્ણુભાઈ પંડયાએ કૈલાસ મેટલ નામની પેઢીમાં રિદ્ધિ સિદ્ધિ કાસ્ટીંગ નામનું કારખાનુ શરૂ કર્યું હતું. તેમાં રાજુ મેતાજી તરીકે કામ કરતો હતો. આ પેઢી વર્ષ ૨૦૨૦માં વિષ્ણુભાઈએ બંધ કરી દીધી હતી. તેની જાણ રાજુને હતી તેમ છતાં વિષ્ણુભાઈની જાણ બહાર ખાનગી બેંકમાં રાજુએ પેઢીના નામનું બેંક ખાતુ ખોલાવી નાખી તેમાં અર્થમેટ ફાયનાન્સીંગ ઈન્ડિયા પ્રા.લિ. પાસેથી લોન મેળવી રકમ જમા કરાવી હતી અને બંધ થઈ ગયેલી પેઢીના જીએસટી નંબર વાપરી રાજુએ ટેક્સ ક્રેડીટ મેળવી હતી.
આ કારસાની જાણ થતાં વિષ્ણુભાઈએ પોતાની સાથે છેતરપિંડી-વિશ્વાસઘાત કરવા અંગે મેતાજી રાજુ જગેટીયા સામે રાવ કરી છે. પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial