Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લશ્કરની ત્રણેય પાંખના અધિકારીઓની ઉપસ્થિતિઃ
જામનગર તા. ૧૪: જામનગરના વાલસુરા નેવી મથકમાં એ.આઈ. વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આર્મી, નેવી અને એરફોર્સના જવાનો ઉપસ્થિત રહ્યા હતાં. આ વર્કશોપમાં ર૬ શોધપત્રો રજૂ થયા હતાં અને એ.આઈ.બેઝ એપ્લિકેશન પણ રજૂ થઈ હતી.
જામનગર સ્થિતના નેવીના ઈલેક્ટ્રોનિક્સ, ઈ. ઈલેક્ટ્રીકલ તથા ટેકનિકલ ટ્રેનિંગ હેડક્વાટર વાલસુરા, નેવી વાલસુરા મથકમાં તા. ૯ થી ૧૧ એમ ત્રણ દિવસ માટે એ.આઈ. અન્વયેનો વર્કશોપ યોજાયો હતો.
જેમાં ઉચ્ચ લેવલની એ.આઈ. ટેક. કંપની, નેવી, એરફોર્સ અને આર્મીના અધિકારીઓ જોડાયા હતાં. નેવી ગેટીંગ ધ ફ્યુચર એ.આઈ. ડ્રીવન નેવલ ઓપરેશન્સની થીમ ઉપરના આ વર્કશોપ વાઈસ એડમીટરલ તરૂણ સોબીટીએ વક્તવ્યમાં જણાવ્યું હતું કે, ભવિષ્યમાં નેવલ ઓપરેશનમાં એ.આઈ.ની મહત્ત્વની ભૂમિકા રહેશે. એ.આઈ.ના સંકલનમાં ભવિષ્યમાં અનેક નેવલ સંચાલન થશે.
આ વર્કશોપમાં ર૬ જેટલા સંશધોન પત્રો રજૂ થયા હતાં. રીયલ એડમીરલ કુનાલસિંગ રાજકુમાર અને કિરણ દેશમુખ (ચીફ ઓફ મટીરિયલ્સ) એ પ્રસંગને અનુરૂપ માર્ગદર્શન આપ્યું હતું. એ.આઈ. કંપનીઓ દ્વારા એઆઈબેઝ નવી ટેકનોલોજીમાં પ્રદર્શન કર્યું હતું તેમજ ત્રણ ત્રેણ એપ્લિકેશન રજૂ કરી હતી.
આર્મી, નેવી તથા એરફોર્સમાં આશરે ૧ર૦ જેટલા અધિકારીઓ, તજજ્ઞોએ ભાગ લીધો હતો તથા દેશભરના રપ૦ અધિકારીઓ ઓનલાઈન જોડાયા હતાં.
વાલસુરા નેવીના કમાન્ડીંગ ઓફિસર કોમોડોર એ.પી. કુમારએ ભવિષ્યમાં નેવલ સંચાલન ક્ષેત્રમાં એ.આઈ.ના સંકલન અને મહત્ત્વ વિશે જણાવ્યું હતું.
આખરે મહત્ત્વના ટેકનિકલ હેડક્વાટર્સમાં મહત્ત્વની છઠ્ઠી આવૃિંત્તનો વર્કશોપ સંપન્ન થયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial