Advertisement
Author: નોબત સમાચાર

યાત્રાધામ દ્વારકામાં પોલીસની ટ્રાફિક ડ્રાઈવમાં ૧૪ વાહન ડીટેઈન

૭૦ વાહનચાલક સામે દંડાત્મક કાર્યવાહીઃ કામગીરી રખાશે યથાવતઃ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના યાત્રા મથક દ્વારકામાં રોજ હજારો પ્રવાસીઓ આવે છે ત્યારે ટ્રાફિકના નિયમોને ઘોળીને પી જતા તથા મોટર વાહન અધિનિયમોનો ઉલાળીયો કરનારા વાહનચાલકો સામે જિલ્લા ટ્રાફિક પોલીસ તથા આરટીઓ દ્વારા સંયુક્ત ઓપરેશન કરી ૭૦ વાહનચાલકો સામે કડક કાર્યવાહી તથા ૧૪ વાહનોને ડીટેઈન કરવાની કામગીરી કરતા નિયમોનો ભંગ કરતા વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. જિલ્લાની ટ્રાફિક શાખાના ઈન્ચાર્જ પીઆઈ સોલંકી, આરટીઓના અધિકારી જી.વી. તલસાણીયાની આગેવાનીમાં આરટીઓ તથા ટ્રાફિક પોલીસ અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરી વાહનોમાં બ્લેક ફિલ્મ, એલઈડી લાઈટો, ઘોંઘાટીયા સાયલેન્સર, લાયસન્સ તથા કાગળો વગર વાહન ચલાવવા તથા ટ્રાફિક અને મોટર અધિનિયમનો ભંગ કરનારા ૭૦ આસામીઓ સામે દંંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી તથા ૧૪ વાહનને ડીટેઈન કરી લેવામાં આવ્યા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh