Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યસભાના સાંસદ કેશરીસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં વિજેતાઓને ઈનામોઃ
જામનગર જિલ્લામાં બાલાચડી સ્થિત સૈનિક સ્કૂલની ૬૧ મી ઈન્ટર હાઉસ વાર્ષિક એથ્લેટિક્સ મીટ યોજાઈ હતી. જેના સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ પદે રાજ્યસભાના સાંસદ કેશરીસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતાં. પ્રિન્સિપાલ શ્રેયસ મહેતાએ તેમનું સ્વાગત કર્યું હતું. મુખ્ય અતિથિના હસ્તે વિજેતા કેડેટ્સને મેડલ અને ઈનામો આપવામાં આવ્યા હતાં. બેસ્ટ એથલેટની ટ્રોફી કેડેટ અભય રાજ અને યુવરાજને એનાયત કરાઈ હતી. આ ઉપરાંત રૂદ્ર ચૌધરી, અંકુર પટેલિયા, દિવ્યેશ યાદવ, અર્પિતા, કૃણાલ કુમારને ઈનામો આપવામાં આવ્યા હતાં. સમાપન સમારોહ નિમિત્તે માર્ચ પાસ્ટ યોજાઈ હતી. મુખ્ય અતિથિએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે શાળાના પૂર્વ વિદ્યાર્થીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ, સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. કેપ્ટન અભિષેક કુમારે આભારદર્શન કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial