Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાતના વિકાસમાં સહભાગી દરેક સ્થળો મહત્ત્વ૫ૂર્ણઃ મૂળુભાઈ બેરા
જામનગર તા. ૧૬: પ્રભારી મંત્રી મૂળુભાઈ બેરાએ જામનગર જિલ્લામાં રૂ. ૧૧૪.૮૩ કરોડના ઇ-ખાતમુહૂર્ત અને ઇ-લોકાર્પણ કર્યા હતાં અને જણાવ્યું હતું કે, પ્રવાસન, ઓદ્યોગિક વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે ગુજરાતનાં વિકાસમાં ફાળો આપનારા દરેક સ્થાનનું આગવું મહત્ત્વ છે.
જામનગર શહેર અને જિલ્લાના વિવિધ ૧૪૩ પ્રકલ્પોના કુલ રૂ.૧૧૪.૮૩ કરોડના ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કરતાં જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસન તથા સફળ અને સક્ષમ નેતૃત્વના ૨૩ વર્ષ પૂર્ણ થયેલ છે. જેને રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી સમગ્ર વિશ્વમાં ભારત દેશનું નામ રોશન થયું છે. સાથે સાથે તેઓનો ગુજરાતનાં વિકાસમાં પણ સિંહ ફાળો રહ્યો છે. નર્મદા ડેમની ઊંચાઈ વધારીને ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. ગુજરાતને વ ંદે ભારત જેવી ટ્રેન થકી સુદૃઢ રેલ નેટવર્ક પ્રાપ્ત થયેલ છે. નર્મદા નદીના કાંઠે સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી ટુરિઝમને નવો વેગ મળ્યો છે. શિવરાજપુર બીચ, સુદર્શન સેતુનું નિર્માણ થવાથી બેટ-દ્વારકાનો વિકાસ થશે. જામનગરમાં ઉદ્યોગોનો સતત વિકાસ થઈ રહ્યો છે. શહેરના રણમલ તળાવની કાયા પલટ કરીને રૂ.૪૫ કરોડના ખર્ચે અનેક વિકાસ કાર્યો કરવામાં આવ્યા છે. લખોટા મ્યુઝિયમનું રૂ.૧૮ કરોડના ખર્ચે રેસ્ટોરેશન અને કન્ઝર્વેશન કરીને ઐતિહાસિક વારસાને ઉજાગર કરવામાં આવ્યો છે.
જામનગર શહેરની વધતી જતી વસ્તીને ધ્યાનમાં રાખીને અત્યાર સુધીમાં ત્રણ ઓવરબ્રિજ, એક અંડરબ્રિજ બન્યા છે. હાપા પાસે ૪૧.૮૯ કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવવાનું તથા સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફલાય ઓવરબ્રિજનું કામ પ્રગતિ હેઠળ છે. જામનગરના રમતવીરો માટે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, ઓડિટોરિયમ બનાવવામાં આવ્યા છે. જામનગરનો વધુમાં વધુ વિકાસ થાય તે દિશામાં ગત ૨૦ વર્ષમાં અનેક આયોજનો થયા છે. ગુજરાતનાં ગરબાને વૈશ્વિક ઓળખ મળી છે. ત્યારે અમદાવાદમાં વાઇબ્રન્ટ નવરાત્રિના આયોજન થકી અનેક ધંધાર્થીઓની આવકમાં વધારો થયો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાત સહિત સમગ્ર દેશનો અવિરત વિકાસ થઈ રહ્યો છે.
જામનગરમાં ૩૧.૬૫ કરોડના કામોના ઇ-લોકાર્પણ થયા જેમાં મહાકાળી સર્કલ થી બેડી સર્કલ રિંગ રોડ પાસે સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સ્વચ્છ ભારત મિશન ગ્રાન્ટ અંતર્ગત ૬ રોડ સ્વીપર મશીન, દેવરાજ દેપાળ અને સોનલનગર પ્રાથમિક સ્માર્ટ શાળામાં ડિઝાઇન અને ડેવલોપના કામો, ૩૭ આંગણવાડીઓને અપગ્રેડ કરવાના કામો, લાખોટા તળાવ ખાતે લાઇબ્રેરી અને ગેમિંગ ઝોન માટે આંતરિક ફર્નિચરના કામો અને તળાવના સિન્થેટિક ટ્રેકના નવીનીકરણનું કામ, વોર્ડ નં.૧૧ માં કોમ્યુનિટી હૉલ બનાવવાનું કામ, વોર્ડ નં. ૬માં સીસી રોડના કામ, વોર્ડ નં.૧૧ માં બાવરીવાસમાં આંગણવાડી, શ્યામ ટાઉનશિપમાં નંદઘર, આદર્શ સ્મશાનમાં પૂર સંરક્ષણ દીવાલ જેવા વિવિધ કામો પૂર્ણ થતાં મંત્રીના હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સાંસ્કૃતિક કૃતિઓથી કરવામાં આવી હતી. તેમજ ઉપસ્થિત સૌએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી. આ કાર્યક્રમમાં લોક કલાકાર શ્રી હરીદેવ ગઢવી અને તેમની ટીમ દ્વારા ભવ્ય લોકડાયરો પ્રસ્તુત કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં મેયર વિનોદભાઈ ખીમસૂર્યાએ મહેમનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેમજ ધારાસભ્યો સર્વશ્રી મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી, રીવાબા જાડેજા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નીલેશભાઈ કગથરા, સાશક પક્ષના નેતા આશિષ જોશી, કલેકટર બી. કે. પંડયા, કમિશનર ડી. એન. મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડાશ્રી પ્રેમસુખ ડેલું, અગ્રણીઓ રમેશભાઈ મૂંગરા, વિમલભાઈ કગથરા, મહામંત્રીઓ, પ્રાંત અધિકારીઓ, પૂર્વ મંત્રી વસૂબેન ત્રિવેદી, વિવિધ વોર્ડના કોર્પોરેટરો, અગ્રણીઓ, અધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન રાકેશભાઈ અકબરી દ્વારા કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial