Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ગુગળી જ્ઞાતિ પ૦પ મહિલા મંડળ દ્વારા ૭૮ વર્ષથી પ્રાચીન ગરબાની પરંપરા

ત્રણ પેઢીથી બહેનોની ડી.જે. સાઉન્ડ સિસ્ટમ વિના આસ્થા સાથે આરાધનાઃ

જામનગર તા. ૧૬: નવરાત્રિ પર્વ પર પ્રાચીન-અર્વાચીન ગરબા અને દાંડિયારાસ રાજ્યભરમાં રમાય છે, પરંતુ રાજ્યના અનેક એવા સ્થળો છે, જ્યાં પ્રાચીન ગરબીથી પરંપરાગત્ રીતે માતાજીની આરાધના કરવામાં આવે છે. આવી વિશેષ અને અનોખી ગરબી જામનગરના આણદાબાવા ચકલા વિસ્તારમાં આવેલા ત્રિકમરાયજીના  મંદિરમાં વર્ષોથી ચાલતી પ્રાચીન ગરબી, જેનું જામનગર શ્રી ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ સ્ત્રી મંડળ દ્વારા સંચાલન કરવામાં આવે છે.

ગુગળી બ્રાહ્મણ પ૦પ ની મહિલાઓ દ્વારા ચાલતી પ્રાચીન ગરબી મંડળમાં માત્ર મહિલાઓ જ રાસ રમે છે. પ્રાચીન ગરબાની અનેક વિશેષતાઓ પૈકી એક વિશેષતા છે કે અહીં આધુનિક્તાનો રંગ ન લાગીને પ્રાચીન ગરબાને મહિલાઓ પોતે ગાતા-ગાતા રાસ ગરબા રમે છે. માતાનો ભક્તિ-આરતી, આરાધના સાથે રાસ-ગરબા સાંજના સમયે રમવામાં આવે છે. જેમાં પ્રાચીન ગરબા, છંદ સંગીત સાથે મહિલાઓ ગાવાની સાથે ગરબે ઘૂમે છે. અહીં નાની બાળા અને તેની માતા, દાદી એકસાથે ગરબા રમે છે.

નવરાત્રિના પર્વ પર દૈનિક ગુગળી પરિવારની મહિલાઓ એક સાથે સરખો પહેરવેશ કરીને અને સોળે સણગાર સાથે રાસ રમે છે. જે માટે સદસ્યની કમિટી સભ્યો દ્વારા અગાઉથી આયોજન મુજબ અલગ-અલગ સાડી, પટોળા, બાંધણી, કે કલર નિયત કરે છે. જે મુજબ એક સરખા પહેરવેશ સાથે ગુગળી બ્રાહ્મણ પરિવારની મહિલાઓ એક તાલે, એક સાથે ગરબાનો આનંદ માણે છે.

અહીં દૈનિક વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે તેમજ પ્રસાદ અને ઈનામો સંસ્થા દ્વારા આપવામાં આવે છે. દશેરાના મંડળની બહેનોને નવરાત્રિ પર લાણી સંસ્થા દ્વારા આપવામાં આવે છે.

નવરાત્રિના છઠ્ઠના દિવસે ખાસ ઈશ્વર વિવાહના છંદ સાથે મહિલાઓ ગરબા રમે છે. દેવદાસ રચિત ઈશ્વર વિવાહમાં મહિલાઓ ગાવાની સાથે ગરબા રમે છે. જેમાં ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થાય છે. આ રાસ કલાકો સુધી ચાલે છે.

સંસ્થાની આશરે ૩૦૦ જેટલી મહિલાઓ નવરાત્રિ પર્વ ભક્તિભાવ, ઉત્સાહ, ઉમંગથી પરિવારની મહિલાઓ દ્વારા એક સાથે ઉજવવામાં આવે છે. સંસ્થાના પ્રમુખ માધવીબેન ઠાકર, ઉપપ્રમુખ દક્ષાબેન દવે તેમજ સક્રિય સભ્ય કામીનીબેન દવે, શોભનાબેન ઠાકર, સપનાબેન ઠાકર સહિત સભ્યો દ્વારા તૈયારી અને આયોજન કરવામાં આવે છે. જેને સફળ કરવા માટે સંસ્થાની દરેક સભ્ય પરિવાર બની એકસાથે કામગીરી કરે છે. છેલ્લા ૭૮ વર્ષથી સંસ્થા દ્વારા નવરાત્રિનું પર્વ આસ્થા અને પરંપરા સાથે ઉજવવામાં આવે છે. અર્વાચીન ગરબાની જેમ અહીં આધુનિક ડીજે જેવા સાઉન્ડસિસ્ટમ નથી હોતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh