Advertisement
Author: નોબત સમાચાર

સરકારી સંકુલોમાં વચેટિયાઓ માટે પ્રવેશબંધી

કચેરીઓ, પોલીસ સ્ટેશનો, હોસ્પિટલો, પંચાયત-પાલિકા-મનપા સહિત

જામનગર તા. ૧૬: જામનગર જિલ્લાની સરકારી કચેરીઓમાં આવતા અરજદારોને ગેરમાર્ગે દોરતા અનઅધિકૃત ઈસમો માટે કચેરીઓમાં પ્રવેશબંધી ફરમાવાઈ છે. આ માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

સરકારી કચેરીઓમાં જાહેર જનતાને લગતી કામગીરી કરવામાં આવે છે. તેમજ કચેરીઓમાં રોજ મોટા પ્રમાણમાં જાહેર જનતા પોતાના વિવિધ કામ માટે આવે છે. કેટલાક બનાવો પરથી જણાવ્યું છે કે સરકારી કચેરીઓની આસપાસ તથા નજીકના સ્થળે કેટલા ઈસમો એકલા અથવા ટોળામાં જાહેર પાસેથી છેતરપીડી આચરી પૈસા પડાવે છે અથવા તો ગેરકાયદે પ્રવૃત્તિઓ કરી જાહેર જનતાને ગેરમાર્ગે દોરવા જેવી પ્રવૃત્તિઓ કરે છે.

આથી, જામનગર જિલ્લામાં આવેલ કલેકટર કચેરી, તમામ પ્રાંત અધિકારીઓની કચેરીઓ, તમામ તાલુકા મામલતદાર કચેરીઓ, ઝોનલ કચેરીઓ, જી.જી. હોસ્પિટલ, જિલ્લા પંચાયત કચેરી, જિલ્લા સેવા સદન-ર, જિલ્લા સેવા સદન-૩, જિલ્લા સેવા સદન-૪, મહેસુલ સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓ, પોલીસ અધિક્ષકની કચેરી, નાયબ પોલીસ અધિક્ષકની કચેરીઓ તથા તેમના કાર્યક્ષેત્ર હેઠળ આવતા તમામ પોલીસ સ્ટેશનો, જામનગર મહાનગરપાલિકાની કચેરી તથા તે કચેરી હેઠળની ઝોન કચેરીઓ, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી અને આરટીઓ ચેકપોષ્ટ તથા જિલ્લામાં આવેલ તમામ અન્ય સરકારી કચેરીઓમાં જ્યાં રોજ મોટા પ્રમાણમાં જાહેર જનતા પોતાના કામ માટે આવતી હોય તેવી જિલ્લાની સરકારી કચેરીઓમાં સરકારી કામે આવેલ હોય, કામ કરતા હોય કે વાજબી કામે આવેલ હોય તે સિવાયના અનધિકૃત ઈસમો કે ઈસમોની ટોળીને ઉપરોકત કચેરીઓમાં આવતા અરજદારોને ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે તેની લાલચ આપવા જેવી પ્રવૃતિ કરી રહેલ ઈસમોને પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું ભાવેશ એન.ખેર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલ છે.

આ જાહેરનામાનો અમલ તા. ર૯-૧૦-ર૪ સુધીનો રહેશે તેમજ આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર અથવા તે માટે મદદ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯પ૧ ની કલમ ૧૩પ ની પેટા કલમ (૧) મુજબ શિક્ષાને પાત્ર થશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh