Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખાવડી પાસે સ્કૂટરને મોટરની ટક્કરે દંપતી ઘવાયું : મિત્રને ઈજા
જામનગર તા. ૧૬: જામનગર નજીકના ફલ્લા પાસે ગઈકાલે સાંજે એક કાળમુખા ટેન્કરે બાઈકને ઠોકર મારતા ધ્રોલના તરૂણનું ચગદાઈ જવાથી મૃત્યુ નિપજ્યું છે. સાથે રહેલા તેના મિત્રને ઈજા થઈ છે. જ્યારે રવિવારે બપોરે મોટી ખાવડી પાસે સ્કૂટરને અજાણી મોટરે ઠોકર મારતા દંપતી તથા તેમના પુત્રને ઈજા થઈ છે. મોટરચાલક સામે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
ધ્રોલ શહેરમાં આવેલી ભવ્ય ગ્રીન સોસાયટીમાં રહેતા અનિલભાઈ ભીખુભાઈ કેશોર નામના વાણંદ પ્રૌઢનો પુત્ર વિવેક (ઉ.વ.૧૬) તથા તેનો મિત્ર સાવન મારૂ ગઈકાલે સાંજે જીજે-૧૦-ઈએ ૭૯૨૦ નંબરના મોટરસાયકલમાં ફલ્લા ગામે કામસર આવ્યા હતા.
આ બંને મિત્ર સાથે છએક વાગ્યે પરત જઈ રહ્યા હતા ત્યારે જીજે-૬-બીટી ૫૦૧૮ નંબરના ટેન્કરે બાઈકને ઠોકરે ચઢાવ્યું હતું. પાછળ બેસેલા વિવેક કેશોરને ઠોકર લાગતા આ તરૂણ રોડ પર ફંગોળાઈ ગયો હતો. તેના માથા પરથી ટેન્કરના પૈંડા ફરી વળ્યા હતા. જ્યારે બાઈક ચલાવી રહેલા સાવનને પણ ગંભીર ઈજા થઈ હતી. વિવેકનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું છે. અકસ્માતની જાણ થતા ૧૦૮ દોડી આવી હતી. મૃતક કિશોરના પિતા અનિલભાઈએ ટેન્કરના ચાલક સામે પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર મોટી ખાવડી ગામ નજીક જીએસએફસી કંપનીના મુખ્ય દરવાજા સામેથી ગયા શનિવારે બપોરે જીજે-૧૦-ડીકે ૮૬૪૦ નંબરના સ્કૂટર પર જઈ રહેલા રિલાયન્સ ટાઉનશીપમાં રહેતા મૂળ બિહાર રાજ્યના વતની આદિત્ય સતિષભાઈ કેસરી નામના યુવાન તથા તેમના પત્ની સાયોનીબેન, પુત્ર અયાનને સફેદ રંગની એક મોટરે ઠોકર મારતા ત્રણેય વ્યક્તિ રોડ પર પછડાયા હતા. તેઓને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જી નાસી ગયેલા મોટરચાલક સામે મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial